ઝેરી દારૂકાંડ : AMOS કંપનીમાં તપાસ તેજ, 600 લીટર મિથેનોલ આબકારી વિભાગના હાથ નીચેથી જતા અનેક સવાલો ઉઠ્યા

|

Jul 28, 2022 | 8:15 AM

તપાસમાં સામે આવ્યું છે કે ફિનાર કંપનીએ 22 અને 23 જુલાઈએ 10 હજાર લિટર મિથેનોલ AMOS કંપનીને મોકલ્યું હતું. જેથી નશાબંધી વિભાગની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે.

Botad Latthakand : બરવાળા ઝેરી દારૂકાંડમાં (Botad Hooch tragedy) પીપળજની AMOS કંપનીમાં નશાબંધી વિભાગે મોડી રાત સુધી તપાસ કરી.વધુ પ્રમાણમાં મિથેનોલનો સ્ટોક મળતા ગાંધીનગરથી (Gandhinagar) વિજિલન્સના અધિકારીઓ પણ કંપની પર તપાસ માટે આવ્યાં હતા.તપાસમાં સામે આવ્યું છે કે ફિનાર કંપનીએ 22 અને 23 જુલાઈએ 10 હજાર લિટર મિથેનોલ AMOS કંપનીને મોકલ્યું હતું. ફિનાર કંપની માટે AMOS કંપની જોબવર્કનું કામ કરે છે.25 જુલાઈએ AMOS કંપનીએ 2 હજાર લીટર મિથેનોલ ફિનારને પરત કર્યું હતું.

8 હજાર લીટર મિથેનોલ સીલ કરાયું

હાલ 8 હજાર લીટર મિથેનોલ સીલ કરાયું છે છેલ્લા ઘણા સમયથી AMOS કંપનીમાં નશાબંધી વિભાગનું (Department of Narcotics Control ) ચેકિંગ ન થયું હોવાનું આવ્યું સામે આવ્યું છે.જેથી નશાબંધી વિભાગની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે.દરેક કંપનીએ દરરોજ મિથેનોલના સ્ટોક (Methanol )અંગે ઈમેઇલથી નશાબંધી વિભાગને જાણ કરવાની હોય છે. પરંતુ નશાબંધી અને આબકારી વિભાગ મોટી બેદરકારીના કારણે 600 લીટર મિથેનોલ અમદાવાદથી (Ahmedabad) બોટાદ પહોંચ્યું હતું.

Next Video