Gandhinagar: ડ્રગ્સ મુદ્દે રાજનીતિ, રાહુલ ગાંધીના પ્રહાર પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું ડ્રગ્સની કામગીરી અંગે રાજનીતિ અયોગ્ય

|

Sep 05, 2022 | 9:56 PM

Ahmedabad: ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ ડ્રગ્સ મુદ્દે રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા તો હર્ષ સંઘવીએ પણ વળતો પ્રહાર કર્યો અને જણાવ્યુ કે છેલ્લા 11 મહિનામાં ગુજરાતમાં 5 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયુ છે અને ગુજરાત સરકાર પ્રામાણિક્તાથી કામગીરી કરી રહી છે.

ડ્રગ્સ (Drugs) સામેની લડાઈને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પ્રહાર કર્યા છે. રાહુલના સવાલો સામે હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ કટાક્ષ કર્યો છે. સવાલોનો મારો બંને તરફથી ચલાવવામાં આવ્યો. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે દેશના ઈતિહાસમાં કોઈએ ન લડી હોય તેવી લડાઈ ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે લડી છે. તેમણે કહ્યું ડ્રગ્સ સામેની કામગીરી અંગે રાજનીતિ અયોગ્ય છે. તેમણે વધુમાં જણાવ્યુ કે ગુનો કરતા રોકવુ એ પ્રામાણિક્તા કહેવાય. તેમણે કહ્યુ પોલીસે પકડેલા ડ્રગ્સ સામે સવાલો કરવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ રાહુલ ગાંધીએ ગુજરાતમાં તેમની જાહેરસભા દરમિયાન ડ્રગ્સ મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા.

હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી સહિત આમ આદમી પાર્ટીને પણ લીધી આડે હાથ

રાહુલના દરેકે દરેક પ્રહારનો જવાબ આપતા હર્ષ સંઘવીએ પલટવાર કર્યો. તેમણે જણાવ્યુ કે ડ્રગ્સની કાર્યવાહી દરમિયાન 11 મહિનામાં જેટલા ગુનેગારો પકડાયા તેમને જામીન અપાયા નથી. તેમણે જણાવ્યુ કે છેલ્લા 11 મહિનામાં 5 હજાર કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે. આ સાથે તેમણે આમ આદમી પાર્ટી સામે પણ હર્ષ સંઘવીએ પ્રહાર કર્યા. રાહુલ ગાંધીને તો આડે હાથ લીધા જ હતા. સાથોસાથ આપના નેતાઓ પર પણ ચાબખા મારવાનું હર્ષ સંઘવી ચુક્યા ન હતા. તેમણે કહ્યું કે દેશમાં સૌથી વધુ ડ્રગ્સ પંજાબમાં પકડાય છે. હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીને વળતો સવાલ કર્યો કે તમારી સરકાર બની ત્યારથી શું કર્યુ તે જણાવો. તમારુ કામ ગણાવો, ગુજરાત સરકાર તેનુ કામ ગણાવશે.

Next Video