Ahmedabad: આવતીકાલે ઈદ અને પરશુરામ જયંતીની ઉજવણીને લઈ પોલીસ એલર્ટ પર, આ નિયમો સાથે મનાવાશે તહેવાર

|

May 02, 2022 | 4:50 PM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં 5 JCP, 10 DCP, 18 ACP, 60 PI, સહિત 300 PSI અને 5000 જેટલા પોલીસ જવાનોની સાથે 700 જેટલી મહિલા પોલીસ પણ તૈનાત રહેશે.

આવતીકાલે ઈદ (Eid) અને પરશુરામ જયંતી (Parashuram Jayanti) છે. આ બંનેની ઉજવણી રાજ્યભરમાં ધૂમધામથી થશે. ત્યારે તેની ઉજવણીને લઈ અમદાવાદ પોલીસ એલર્ટ બની છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસે ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે (Ahmedabad Police Commissioner) કહ્યું કે ઈદમાં કોઈ સરઘસ કાઢવામાં નહીં આવે. માત્ર લોકો એકબીજાને મળી ઈદની ઉજવણી કરશે તો પરશુરામ જ્યંતીની ઉજવણીમાં ચાર શોભાયાત્રા નિકળશે. જેને લઈને પોલીસે બંદોબસ્તની વ્યવસ્થા કરી છે.

અમદાવાદ શહેરમાં 5 JCP, 10 DCP, 18 ACP, 60 PI, સહિત 300 PSI અને 5000 જેટલા પોલીસ જવાનોની સાથે 700 જેટલી મહિલા પોલીસ પણ તૈનાત રહેશે. સાથે જ SRPની કંપની પણ પોલીસની સાથે બંદોબસ્તમાં રહેશે. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ખાસ વોચ રહેશે, જેમાં ડ્રોન મારફતે નાની નાની શેરીઓથી લઈને ધાર્મિક સ્થળોની આસપાસ બાજનજર રાખવામાં આવશે.

ઈદ અને પશુરામ જયંતીની પોલીસ વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનરે વધુમાં કહ્યું કે આ બંને તહેવારની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તૈયારી કરી લીધી છે. તહેવારને લઈને અમદાવાદમાં 5 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે અને કોઈ અઘટિત ઘટના ન બને તેના પર વોચ રાખશે.

પોલીસ કમિશનરે કહ્યું કે કોઈ અફવા ન ફેલાય તે માટે પોલીસ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે. મૌખિક અફવા પર પણ પોલીસના બાતમીદારો વોચ રાખી રહ્યાં છે. જો કોઈ વ્યક્તિ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે થશે કડક કાર્યવાહી.

Next Video