Uttarayan 2022: અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના કેસ (Corona Case) સતત વધી રહ્યા છે. તો બીજીબાજુ પોળોમાં ઉત્તરાયણની મજા બગડી શકે છે. શહેરની અલગ અલગ પોળોમાં ધાબું ભાડે આપવામાં આવે છે તેમજ 10થી 25 હજાર ભાડુ વસૂલવામાં આવે છે. તેમજ વિદેશથી પણ લોકો પતંગ ચગાવવાની મજા માણવા પોળમાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે ધાબાનું બૂકિંગ ખુબજ ઓછું છે. તો ઘણા લોકો પોળોમાં ધાબુ ભાડે આપવાની ના પાડી રહ્યા છે.
તો ધાબુ ભાડે આપનાર એક વ્યક્તિએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે, જે લોકોને ધાબા ભાડે આપ્યા હતા. તે ઓલરેડી કેન્સલ કરી દીધા છે. અને ધાબુ ભાડે લેનારના અહીં આવવા મનાઈ ફરમાવી દેવામાં આવી છે. કોરોનાના કારણે આ વ્યક્તિએ અન્ય લોકોને પણ અપીલ કરી છે. કે હાલ કોરોનાના કારણે ધાબા ભાડે આપવામાં ન આવે. જેથી કોરોનાનું જોખમ પોળમાં ન આવે.
તો બીજી તરફ વાયબ્રન્ટ ગુજરાત સમિટ, અમદાવાદમાં યોજાતા વિશાળ ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને કોરોનાનાનું ગ્રહણ લાગ્યું છે. તૈયારીઓને આખરી ઓપ અપાયા બાદ હવે કોરોનાના કારણે ગુજરાતના મોટા કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા છે. વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓમાં સીધી રીતે જોડાયેલા IAS અધિકારીઓ સંક્રમિત થયા બાદ વાયબ્રન્ટ સમિટ મુદ્દે પ્રશ્નાર્થચિન્હ લાગ્યો હતો. ભારે વિચાર વિમર્શ કર્યા બાદ મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: કમોસમી વરસાદથી ખેતીને ફટકો: સાબરકાંઠા-અરવલ્લીના ખેડૂતોના પાક બગડ્યા, ફલાવરના પાકને વ્યાપક નુકસાન
આ પણ વાંચો: Kutch: આ બેદરકારી કોની? બેરીકેટ હોવા છતાં ખુલ્લી ગટરવાળા રસ્તા પર ગયા લોકો, પછી શું થયું જુઓ વિડીયો