Ahmedabad : શહેરમાં ભારે વરસાદમાં બાદ પાણી ભરાતા લોકોની હાલાકી લઇને વિપક્ષે કોર્પોરેશનનો ઘેરાવો કર્યો

|

Jul 13, 2022 | 8:28 PM

અમદાવાદમાં(Ahmedabad) ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. ત્યારે લોકોને પડેલી હાલાકીને પગલે વિપક્ષે એએમસીનો ઘેરાવ કર્યો હતો. ભાજપ વિરુદ્ધ સૂત્રાચ્ચાર કર્યા હતા. જેમાં શહેરમાં 25 જેટલા ભુવા પડવાની ઘટના સામે આવી છે.

અમદાવાદમાં(Ahmedabad)  ધોધમાર વરસાદે(Rain)  તંત્રની પોલ ખોલી દીધી છે. ત્યારે લોકોને પડેલી હાલાકીને પગલે વિપક્ષે એએમસીનો ઘેરાવ(Protest)  કર્યો હતો. ભાજપ વિરુદ્ધ સૂત્રાચ્ચાર કર્યા હતા. જેમાં શહેરમાં 25 જેટલા ભુવા પડવાની ઘટના સામે આવી છે. ત્યારે પ્રિ મોન્સૂનની કામગીરી સામે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ કોર્પોરેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું.તો કેચપિટ સફાઈ અને મેન હોલની સફાઈ માત્ર કાળ પર કર્યાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.તો બીજીબાજુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આશ્વાસન આપ્યું છે કે ત્રણ દિવસમાં તમામ રોડના ખાડા પૂરવામાં આવશે. જેમાં શહેરમાં પડેલા ભૂવા પણ પૂરવામ આવશે. જેથી લોકોને વધુ મુશ્કેલી ન પડે.

જો કે શહેરમાં પડેલા બે દિવસના વરસાદે એએમસીની કામગીરી પોલ ખોલી દીધી છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સાફ સફાઈ બાબતે કેટલી ગંભીરતા રાખવામાં આવે છે. જ્યારે વિપક્ષના નેતાએ સત્તાપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું કે કોર્પોરેશન વરસાદ બાદ પણ ફેલ સાબિત થશે. શહેરમાં રોગચાળાનો ભય છે અને અધિકારીઓ એસીમાં આરામ ફરમાવી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.

અમદાવાદ શહેરમાં આવેલ અલગ-અલગ ગેરેજના દ્રશ્યોમાં માત્ર લાંબી લાઇનો જ જોવા મળે છે. કારણ કે ગેરેજોમાં હાલ વાહનો  રીપેરીંગ માટે કતારો લાગી છે. અને તેનું કારણ છે વરસાદી આફત. અમદાવાદ શહેરમાં શુક્રવારે અને રવિવારે ધોધમાર વરસાદ પડતાં શહેરના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. જેના કારણે લોકોને હાલાકી પડી હતી. તેમાં પણ ફલેટ અને ઓફિસોમાં બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાઇ જતા મોટીસંખ્યામાં વાહનો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયો છે. હવે તો શહેરમાં વરસાદ થંભી ગયા અને રહી રહીને ઉતરેલા વરસાદી પાણી બાદ પણ શહેરીજનોની સમસ્યા હજુ યથાવત છે.

(With Input, Jignesh Patel ,Ahmedabad) 

Published On - 8:27 pm, Wed, 13 July 22

Next Video