Ahmedabad: અમરાઈવાડીમાં SOGએ MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી, આરોપી પાસેથી 5 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત

|

Sep 17, 2022 | 4:51 PM

Ahmedabad: અમરાઈવાડીમાં SOGએ બાતમીના આધારે ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 5 લાખ 12 હજારની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યુ છે. આરોપી જે વ્યક્તિને ડ્રગ્સ પહોંચાડતો હતો તે છેલ્લા એક વર્ષથી તેના સંપર્કમાં હતો.

અમદાવાદ (Ahmedabad)મા અમરાઈવાડીમાં એક શખ્સ પાસેથી ડ્રગ્સ (Drugs) જપ્ત કરવામાં આવ્યુ છે. SOGએ 5 લાખ 12 હજારની કિંમતના 51 ગ્રામ ડ્રગ્સ સાથે આરોપીને ઝડપ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ છૂટક ડ્રગ્સ ખાવાવાળા લોકો તેની પાસેથી દરરોજ માલ લઈ જતા હોવાનુ સામે આવ્યુ છે. અલગ અલગ જગ્યાએથી તેમના માણસોને ડ્રગ્સ વેચતો હતો. જે લોકો અઠવાડિયામાં બે વાર લેતા હોય તેવા લોકોને આરોપી ડ્રગ્સ પુરુ પાડતો હતો. ડ્રગ્સના આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે તેઓ જે તે વ્યક્તિને હાથોહાથ પહોંચાડતા હોય છે. પહેલા ફોન પર વાતચીત થાય છે અને પછી જગ્યા નક્કી થાય તે મુજબ પહોંચાડતા હોય છે.

ગોમતીપુરના અખ્તર પઠાણે મોહમ્મદ આરીફ નામના શખ્સને વેચ્યુ હતુ ડ્રગ્સ

SOGના DCP જયરાજસિંહ વાળાના જણાવ્યા મુજબ મોહમ્મદ આરીફ નામના શખ્સને ગોમતીપુરના અખ્તર પઠાણ નામના આરોપીએ ડ્રગ્સ આપ્યુ હોવાનુ તપાસમાં ખૂલ્યુ છે. આ પકડાયેલા આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે. જેમા ગોમતીપુર પોલીસ સ્ટેશન, શહેર કોટડા, બાપુનગર અને એલિસબ્રિજમાં આર્મ્સ એક્ટ, આંગડિયા લૂંટ બાઈક ચોરી અને મારામારી સહિતના ગુના દાખલ થયેલા છે.

જો કે અગાઉ તે ક્યારેય NDPSના ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરાંત અન્ય કોઈ આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.આપને જણાવી દઈએ કે ગુજરાત ATSએ છેલ્લા 8 મહિનામાં 6640 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે.

Next Video