Ahmedabad: માધુપુરા વિસ્તારમાં રોડની કામગીરીમાં બેદરકારી, કપચી અને ડામર પાથરી વેઠ ઉતારી, જુઓ Video

|

Oct 06, 2023 | 11:35 PM

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રસ્તાઓની હાલત ખૂબ જ ભંગાર છે. આ દરમિયાન વિસ્તારમાં રોડનુ સમારકામ હાથ ધરાયુ છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મૌન ધારણ કરી લીધુ હોય એમ મૂક પ્રેક્ષક બનીને આ વેઠ નિહાળી લીધી હોય એવી સ્થિતિ છે. તો વળી કોર્પોરેશનના કોઈ અધિકારીઓએ પણ રોડના સમારકામ દરમિયાન સ્થળ પર હાજરી આપી નથી એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે.

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રસ્તાઓની હાલત ખૂબ જ ભંગાર છે. આ દરમિયાન વિસ્તારમાં રોડનુ સમારકામ હાથ ધરાયુ છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મૌન ધારણ કરી લીધુ હોય એમ મૂક પ્રેક્ષક બનીને આ વેઠ નિહાળી લીધી હોય એવી સ્થિતિ છે. તો વળી કોર્પોરેશનના કોઈ અધિકારીઓએ પણ રોડના સમારકામ દરમિયાન સ્થળ પર હાજરી આપી નથી એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે. જેના કારણે જ કોન્ટ્રાક્ટરે વેઠ વાળી હોય એમ લાગે છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં સફાઈ મહાઅભિયાનનો કરાયો પ્રારંભ, 6 દિવસ મોટી મશીનરીઓ વડે સ્વચ્છતા હાથ ધરાશે, જુઓ Video

કોન્ટ્રાક્ટરે રોડનુ સમારકામ કો કર્યુ છે, પરંતુ માત્ર કપચી પાથરી દીધી હોય એ પ્રકારનુ કામ કરી દીધુ છે. રોડ પર ડામર નાખીને ઉપર કપચી પાથરી દેવામાં આવી છે. પ્રથમ નજરે જ સ્થળ પર જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ થીગડા જેવુ સમારકામ કેટલા દિવસ સુધી માત્ર ચાલશે. આમ પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ કરી લેવા સમાન આ કામગીરીથી લોકોમાં પણ રોષ ફેલાયો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:35 pm, Fri, 6 October 23

Next Video