Ahmedabad : ઑમિક્રૉનની દહેશત વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ

|

Dec 14, 2021 | 1:10 PM

અમદાવાદ સહિત રાજયભરમાં કોરોનાની દહેશત હજું છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના અને ઑમિક્રૉનની દહેશતની વચ્ચે હોસ્પિટલોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. કારણ કે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. જેને પગલે આરોગ્ય વિભાગની કામગીરીને લઇને સવાલો ઉઠી રહ્યાં છે.

Ahmedabad : કોરોના અને ઓમિક્રોનની દહેશત વચ્ચે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય બિમારીઓ વકરી છે. અમદાવાદ શહેરમાં ડેંન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ તથા ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો હોસ્પિટલમાં OPDમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. નોંધનીચ છે કે શહેરમાં એકાએક મચ્છરજન્ય બીમારીના કેસ વધતા કોર્પોરેશનની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. સાફ-સફાઈથી માંડી ફોગીંગ જેવી કામગીરી કરવામાં આવતી ના હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.

અમદાવાદ સહિત રાજયભરમાં કોરોનાની દહેશત હજું છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના અને ઑમિક્રૉનની દહેશતની વચ્ચે હોસ્પિટલોમાં લાંબી કતારો જોવા મળી રહી છે. કારણ કે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. જેને પગલે આરોગ્ય વિભાગની કામગીરીને લઇને સવાલો ઉઠી રહ્યાં છે. ટીવીનાઇનને ટીમે જયારે વિવિધ હોસ્પિટલોની મુલાકાત લીધી તો તેમાં હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઇ રહ્યાં હોવાનું જણાઇ આવે છે. અને, હોસ્પિટલના કેસ કઢાવવાના કાઉન્ટર ઉપર લાંબી લાઇનો જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની દહેશતની વચ્ચે રોગચાળાની ગંભીર સ્થિતિ ચિંતાનું કારણ બની છે. એમાંપણ રાજયમાં ઑમિક્રૉનનો સુરતમાં એક કેસ સામે આવ્યો છે. જેને ફરી આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે.

આ પણ વાંચો : RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ફરી વિવાદમાં, કુલપતિના બેફામ ખર્ચાઓ મામલે ઉઠયા સવાલો

આ પણ વાંચો : વિકલાંગ ક્રિકેટરો માટે સારા સમાચાર, BCCI એ વિકલાંગ ક્રિકેટરો માટે કમિટી બનાવી, સૌ કોઈ કરી રહ્યા છે વખાણ

Next Video