Ahmedabad : ધારાસભ્ય આશા પટેલની તબિયત વધારે લથડતા ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા

|

Dec 11, 2021 | 2:40 PM

ઉંઝાના (Unjha) ભાજપના(Bjp) ધારાસભ્ય ડો.આશા પટેલની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. (MLA Asha Patel) ધારાસભ્ય આશાબહેન પટેલનું લીવર ડેમેજ થતા સ્થિતિ વિકટ બની છે.

Ahmedabad : ધારાસભ્ય આશા પટેલની (MLA Asha Patel) તબિયત વધારે બગડતા ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા છે. (CM Bhupendra Patel) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉમિયાધામના (Umiyadham-sola) કાર્યક્રમ બાદ ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ડેન્ગ્યુ થયા બાદ લીવર ડેમેજ થતા ધારાસભ્ય આશા પટેલની સ્થિતિ ગંભીર બની છે. (Asha Patel) આશા પટેલના મલ્ટીઓર્ગન ફેઈલ થવાના કારણે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હોવાનું ડૉક્ટરે જણાવ્યું છે. સારવારમાં કોઈ પણ કચાશ ન રાખવા મુખ્યપ્રધાને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

ઉંઝાના (Unjha) ભાજપના(Bjp) ધારાસભ્ય ડો.આશા પટેલની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. (MLA Asha Patel) ધારાસભ્ય આશાબહેન પટેલનું લીવર ડેમેજ થતા સ્થિતિ વિકટ બની છે. અગાઉ થયેલા ડેન્ગ્યુના કારણે તેના લીવર પર અસર જોવા મળી હતી. (Hospital) હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલા આશા પટેલને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

2017માં કોંગ્રેસ પાર્ટીના(Congress) ઉમેદવાર બની ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂટણી લડીને જીતેલા આશા પટેલે કોંગ્રેસ છોડીને 2019માં ભાજપમાં(bjp) પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં કહેવાતી અવગણનાથી આશા પટેલ નારાજ થયા હતા. કોંગ્રેસમાં જૂથવાદથી કંટાળીને તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. પાછળથી ભાજપે ઊંઝાથી જ ડો.આશા પટેલને ટીકીટ, અને ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં APMC ઊંઝામાં પણ દબદબો બનાવવામાં સફળતા મેળવી હતી.

ઉત્તર ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય યૂનિવસિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતક અને કેમેસ્ટ્રીમાં Ph.d થયેલા ડો.આશા પટેલ ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે. ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલની નાદુરસ્ત તબિયતથી મત વિસ્તાર ઊંઝા જ નહિ પણ,સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Next Video