Ahmedabad: જોધપુરમાં પડ્યો મસમોટો ભૂવો, વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

|

Sep 18, 2022 | 3:28 PM

દર વખતે તંત્ર તાત્કાલિક રોડ પરના ખાડા અને ભુવાઓ પુરવાના વાયદાઓ તો કરે છે, પરંતુ આ વાયદાઓ અને કામગીરી ફક્ત કાગળ પર જ રહી જાય છે, ત્યારે અહીં મનપાના તંત્ર સામે અનેક સવાલ ઉભા થાય છે. ભૂવો પડવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

અમદાવાદના (Ahmedabad) માર્ગો પર વાહનો ચલાવતા વખતે અમદાવાદીઓએ સાવધાન રહેવાની જરૂર છે, કારણે કે ગમે ત્યારે ગમે તે સ્થળે રસ્તો બેસી શકે છે. તાજેતરમાં જ શહેરના જુહાપુરા વિસ્તારમાં ભૂવો પડ્યો હતો અને હવે જોધપુરમાં  વિશાળકાય ભૂવો (Sinkhole) પડ્યો છે. વગર વરસાદે રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોઅ મનપાના તંત્ર સામે રોષ વ્યકત કર્યો છે. જો કે, વારંવારના પડતા ભૂવાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્માર્ટસિટી અમદાવાદમાં 94 ભૂવા પડ્યા છે, હજુ પણ 10થી વધુ ભૂવાના રિપેરીંગની કામગીરી અધૂરી છે. તેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

દર વખતે તંત્ર તાત્કાલિક રોડ પરના ખાડા અને ભુવાઓ પુરવાના વાયદાઓ તો કરે છે, પરંતુ આ વાયદાઓ અને કામગીરી ફક્ત કાગળ પર જ રહી જાય છે. ત્યારે અહીં મનપાના તંત્ર સામે અનેક સવાલ ઉભા થાય છે. ભૂવો પડવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને ઘણી વાર નાગરિકોને ઘણા કિલોમીટર ફરીને જવું પડે છે, તેથી નાણા અને સમયનો પણ વ્યય થાય છે.

Next Video