Ahmedabad: રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી, 17 ઓક્ટોબર સુધી રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી 24 કલાક શરૂ રાખવા આદેશ

|

Oct 06, 2022 | 7:48 PM

Ahmedabad: રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરાઈ હતી જેમા હાઈકોર્ટે રાજ્યની તમામ મહાનગરપાલિકાને આદેશ કર્યો છે કે 17 ઓક્ટોબર સુધી 24 કલાક રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ રાખવામાં આવે.

રખડતા ઢોર (stray cattle) મુદ્દે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં સુનાવણી હાથ ધરાઈ છે. આ સુનાવણી અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાને હાઈકોર્ટે આદેશ કર્યો છે કે 17 ઓક્ટોબર સુધી 24 કલાક રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવે. જ્યાં ટોલ ફ્રી નંબર અને અન્ય પગલા અંગે આગામી મુદ્દત સુધીમાં જાણ કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે. અનેક એવા કિસ્સા છે કે રખડતા ઢોરની અડફેટે આવતા વ્યક્તિનું મૃત્યુ થયુ હોય. આ મુદ્દે હાઈકોર્ટમાં વધુ એક સુનાવણી થઈ હતી. જેમા હાઈકોર્ટ તરફથી મહાનગરપાલિકા પાલિકાને આદેશ કરવામાં આવ્યો છે કે 17 ઓક્ટોબર સુધી રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ રાખવામાં આવે. શહેરનુ CNCD વિભાગ ઢોરપાર્ટીઓને એક્ટિવ રાખે અને રસ્તે રખડતા ઢોર તેમને પકડવામાં મદદ કરે.

બીજી તરફ આગામી મુદ્દત સુધી ટોલ ફ્રી નંબર અને અન્ય કામગીરી અંગે પણ જાણ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા રખડતા ઢોર મુદ્દે ક્યા ક્યા પગલા લઈ રહી છે તેની જાણ પણ કોર્ટને કરવા આદેશ કરવામાં આવ્યો છે. 17 ઓક્ટોબર સુધી કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

આપને જણાવી દઈએ કે 29 સપ્ટેમ્બરે જ અમદાવાદમાં નવા નરોડામાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરે અડફેટે લેતા મોત નીપજ્યુ હતુ. આ ઘટનાને લઈને કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદારી અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવ વધનો ગુનો નોધ્યો છે. ઢોરના કારણે થયેલા અકસ્માતમાં પ્રથમવાર જવાબદારો સામે આ પ્રકારનો ગુનો નોંધાયો છે.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

Next Video