Ahmedabad: ગણેશ મેરિડિયનની બિલ્ડિંગમાં લાગેલી આગ કાબુમાં, આગ બુઝાવવા ફાયર બ્રિગેડની 22 ગાડીઓનો ઉપયોગ કરાયો

|

May 07, 2022 | 9:20 AM

અમદાવાદમાં (Ahmedabad) ગુજરાત હાઇકોર્ટની (Gujarat High court)સામે આવેલી ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. બિલ્ડિંગના આઠમા માળે સી બ્લોકમાં ખાનગી ઓફિસમાં આગ ફેલાઇ હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

અમદાવાદમાં (Ahmedabad) ગુજરાત હાઇકોર્ટની (Gujarat High court) સામે આવેલી ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં મોડી સાંજે અચાનક આગ (Fire) લાગી છે. જેમાં બિલ્ડિંગના આઠમા માળે ખાનગી ઓફિસના આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ (Fire brigade) ની 22 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

એસ.જી હાઇવે ઉપર આવેલા ગણેશ મેરિડીયન બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ ગણેશ મેરિડીયનના સી બ્લોકમાં આઠમા માળે લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાબતે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેમાં નાની મોટી થઈ 22 ગાડીઓ આગ બુઝાવવામાં કામે લાગી હતી. સાથે સાથે ફ્રી ફાયર ઓફિસર એડિશનલ ચીફ ફાયર ઓફિસર કરી સાહેબથી 70 જવાનો આગ બુઝાવવા માટે ભારે જહેમત કરી રહ્યા હતા. લોકોના ટોળેટોળા વળતા સોલા પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આખરે બે કલાકથી વધારે સમય બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક તારણ આઠમા માળે ઓફિસની અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું સામે આવ્યું હતું. ઓફિસમાં લાકડાનો સામાન પડ્યો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. આગ બુઝાવવા માટે ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે અત્યાર સુધીમાં આજ બિલ્ડિંગમાં ચોથી વાર વાર આગ લાગી હતી. ત્યારે આ આગ લાગવાના કારણમાં અનેક સવાલો ઉભા થાય છે.

Next Video