AHMEDABAD : જુનિયર ડોકટરોની હડતાળનો પાંચમો દિવસ, બી.જે. મેડીકલ કોલેજમાં રક્તદાન કેમ્પ કરી વિરોધ દર્શાવાયો

|

Aug 08, 2021 | 2:46 PM

બી.જે. મેડીકલ કોલેજ ખાતે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલાની તૈનાતી વચ્ચે બી.જે. મેડીકલ કોલેજના જુનિયર તબીબોએ રક્તદાન કેમ્પ કરી વિરોધ દર્શાવ્યો હતો.

AHMEDABAD : શહેરમાં બી.જે. મેડીકલ કોલેજ ખાતે જુનિયર તબીબોની હડતાળનો આજે પાંચમો દિવસ છે. રાજ્ય સરકારે હડતાળ પર ઉતરેલા જુનિયર ડોકટરોને હોસ્ટેલ ખાલી કરવાના આદેશ આપ્યા છે. સામે જુનિયર ડોકટરો પણ પોતાની માંગ સાથે અડગ છે. જુનિયર ડોકટરોએ કહ્યું કે હોસ્ટેલમાં વીજળી અને પાણી બંધ કરી દેવાથી તેમને કોઈ ફર્ક નહી પડે. બીજી બાજુ બી.જે. મેડીકલ કોલેજ ખાતે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલાની તૈનાતી વચ્ચે બી.જે. મેડીકલ કોલેજના જુનિયર તબીબોએ રક્તદાન કેમ્પ કરી વિરોધ દર્શાવ્યો હતો.

આ પણ વાંચો : AHEMDABAD : સુભાષબ્રીજ અને નહેરુબ્રીજ બાદ હવે 81 વર્ષ જૂના ગાંધી બ્રીજનું સમારકામ શરૂ, જાણો ગાંધી બ્રીજ બંધ રહેશે કે નહીં?

આ પણ વાંચો : SURAT : 400 વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

Next Video