Ahmedabad : હની ટ્રેપ મામલે મેટ્રો કોર્ટે ગીતા પઠાણ સહિત 8 લોકોને નિર્દોષ જાહેર કર્યા

|

May 18, 2022 | 9:57 PM

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે મહિલા ક્રાઈમના પૂર્વ પીઆઈ ગીતા પઠાણ(Geeta Pathan) PSI જે.કે.બ્રહ્મભટ્ટ સહિત કુલ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. મેટ્રો કોર્ટે ચુકાદો આપવાની સાથે જ કોર્ટ રૂમમાં વેસ્ટ મહિલા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનના તત્કાલીન PI ગીતા પઠાણની આંખોમાં આંસુ સરી પડ્યા હતા.

અમદાવાદના (Ahmedabad) બહુચર્ચિત એવા હની ટ્રેપ મામલે અમદાવાદની મેટ્રો કોર્ટે(Metro Court)  આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. આ કેસમાં ગીતા પઠાણ(Geeta Pathan)સહિત 8 લોકોનો છુટકારો થયો છે. આ બાબતે બચાવ પક્ષના વકીલ ચંદ્ર શેખર ગુપ્તાએ જણાવ્યું કે આ કેસમાં કોર્ટ સમક્ષ ફરિયાદી સહિત મહત્વના સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા. એટલે કે ફરિયાદ નોંધાવનાર ફરિયાદીઓએ કોર્ટ સમક્ષ કેસમાં પ્રોસિક્યુશન તરફથી નિવેદન કર્યું ન હતું જેથી સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવા આવા આરોપોને સાબિત કરવા માટે પર્યાપ્ત ન હોવાનું ફલિત થઈ રહ્યું હતું. જે બાબતની કોર્ટે નોંધ લીધી અને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે

મેટ્રોપોલિટન કોર્ટે મહિલા ક્રાઈમના પૂર્વ પીઆઈ ગીતા પઠાણ, PSI જે.કે.બ્રહ્મભટ્ટ સહિત કુલ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. મેટ્રો કોર્ટે ચુકાદો આપવાની સાથે જ કોર્ટ રૂમમાં વેસ્ટ મહિલા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનના તત્કાલીન PI ગીતા પઠાણની આંખોમાં આંસુ સરી પડ્યા હતા.

(With Input,Ronak Varma,Ahmedabad )

 

Published On - 9:56 pm, Wed, 18 May 22

Next Video