Rathyatra 2022 : અમદાવાદની રથયાત્રામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જોડાય તેવી શક્યતા

|

Jun 23, 2022 | 11:09 PM

અમદાવાદમાં રથયાત્રાના (Rathyatra 2022) દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા કેજરીવાલ અમદાવાદ આવી શકે છે. તેમજ ગુજરાત આપના નેતાઓ દ્વારા કેજરીવાલને રથયાત્રામાં લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં(Ahmedabad)  1 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 145 રથયાત્રાને(Rathyatra 2022)  લઇને મંદિર પરિસર અને સુરક્ષાને લઇને તમામ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તેવા સમયે અમદાવાદની રથયાત્રામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જોડાય તેવી શક્યતા છે. જેમાં મળતી માહિતી મુજબ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવા કેજરીવાલ અમદાવાદ આવી શકે છે. તેમજ ગુજરાત આપના નેતાઓ દ્વારા કેજરીવાલને રથયાત્રામાં લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના અગાઉથી ગોઠવાયેલા કાર્યક્રમમાં ફેરફાર થાય તો તે રથયાત્રામાં આવી શકે છે. તેમજ તેવો નિજ મંદિરથી મોસાળ સુધી પણ રથયાત્રાની સાથે રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં 1 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમજ બે વર્ષ બાદ નીકળી રહેલી રથયાત્રાના પગલે તેની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે. જો કે આ દરમ્યાન અમદાવાદ પોલીસ કમિશ્નર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરક્ષાની સમીક્ષા કરી હતી. તેમજ  શહેર પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે રથયાત્રામાં પોલીસ ડ્રોન સાથે પ્રથમ વખત હેલિકોપ્ટરથી નજર રાખશે. રથયાત્રામાં બે વર્ષ બાદ ભક્તો જોડાવાના હોવાથી પોલીસે સુરક્ષાને લઈને વિશેષ પ્લાન બનાવ્યો છે

.શહેર પોલીસ કમિશ્નરે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વખતની રથયાત્રામાં પ્રથમ વખત પોલીસ હેલિકોપ્ટરથી બાજ નજર રાખશે. પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ  હેલિકોપ્ટરનો બંદોબસ્તમાં ઉપયોગ કરશે. જેમાં રથયાત્રા સમયે હેલિકોપ્ટર મારફતે ઉચ્ચ પોલીસ અધિકારી નજર રાખશે. જેની અંદર 6 સીટર હેલિકોપ્ટર મારફતે નજર રખાશે.

(With Input, Jignesh Patel) 

Next Video