Ahmedabad : મેટ્રો રેલવેમાં લખાણ મુદ્દે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો

|

Oct 02, 2022 | 7:31 PM

અમદાવાદ(Ahmedabad)શહેરમાં મેટ્રો રેલવેમાં (Metro Train) લખાણ લખવા મુદ્દે ત્રણ સામે ગુનો નોંધાયો છે.ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch)ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.ત્રણ અજાણ્યા શખ્સો મેટ્રો રેલવેના એપરલ પાર્કમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ પાર્કિંગ એરિયામાં લખાણ લખ્યું હતું

અમદાવાદ(Ahmedabad)શહેરમાં મેટ્રો રેલવેમાં (Metro Train) લખાણ લખવા મુદ્દે ત્રણ સામે ગુનો નોંધાયો છે.ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch)ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.ત્રણ અજાણ્યા શખ્સો મેટ્રો રેલવેના એપરલ પાર્કમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ પાર્કિંગ એરિયામાં લખાણ લખ્યું હતું.TATA,TAS જેવા લખાણ લખી 3 શખ્સો ફરાર થયા હતા.હાલ ક્રાઇમ બ્રાન્ચ ગુનો નોંધી ફરાર શખ્સોની શોધખોળ કરી રહી છે.

શહેરીજનો મેટ્રોની મુસાફરી માણતા જોવા મળી રહ્યા

ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદીઓની આતુરતાનો અંત આવ્યો છે. બે દિવસ પહેલા મેટ્રોના જે રૂટનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યું હતું.. વસ્ત્રાલ ગામથી થલતેજ સુધી 21 કિલોમીટરનો તે રૂટ આજથી શહેરીજનો માટે શરૂ થઈ ગયો છે..સવારના 9 વાગ્યાથી આ રૂટ શરૂ થઈ ગયો છે..ત્યારે, પહેલા જ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનો મેટ્રોની મુસાફરી માણતા જોવા મળી રહ્યા છે..નાના બાળકો, મહિલાઓ સહિત સિનિયર સિટીઝનો પણ મેટ્રોની મુસાફરી માણી ખુશી અનુભવી રહ્યા છે. શહેરના પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં થલતેજથી વસ્ત્રાલની મેટ્રો સવારે 9 વાગ્યાથી શરૂ થઈને સાંજે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. દર અડધો કલાકે દરેક સ્ટેશન પરથી મેટ્રો મળશે. જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં APMCથી મોટેરા વચ્ચે મેટ્રો ટ્રેન 6 ઓક્ટોબરથી શરૂ થશે.

Next Video