AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: 25 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ, આવી ચાલાકીથી કરી રહ્યા હતા હેરફેર

Ahmedabad: 25 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ, આવી ચાલાકીથી કરી રહ્યા હતા હેરફેર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 4:00 PM
Share

અમદાવાદની ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપવામાં સફળતા પ્રાપ્ત કરી છે. એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

અમદાવાદથી ડ્રગ્સ સાથે 2 શખ્સ ઝડપાયા હોવાના સમાચાર આવ્યા છે. શહેરમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓ પાસેથી રૂપિયા 25 લાખનું એમડી ડ્રગ્સ કબ્જે કર્યુ છે. ત્ત્યારે તમને જણાવી દઈએ કે ચિલોડાથી નરોડા આવી રહેલી બસમાંથી આ ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી સામે આવી છે.

ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ લઈને બસમાં આવી રહેલા બે આરોપીની ધરપકડ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ડ્રગ્સ પેડલરોએ મોડસ ઓપરેન્ડી બદલી છે. હેરફેરની રીત હવે બદલાઈને ખાનગી વાહનના બદલે સરકારી ટ્રાન્સપોર્ટ બસનો કરી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. બંનેની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી તે અંગે તપાસ ચાલુ છે. ડ્રગ્સ ક્યાંથી લાવીને ક્યાં સપ્લાય કરતા હતા તે દરેક પાસા પર પુછપરછ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: Ahmedabad: આડા સંબંધની શંકામાં વધુ એક હત્યા, પતિએ ઢોર માર મારીને પત્ની કરી હત્યા, આ રીતે થયો હત્યાનો ખુલાસો

આ પણ વાંચો: સિવિલ IKDRC માં 12 વર્ષની બાળકીને મળ્યું નવજીવન, સરકારના આ કાર્યક્રમોથી ફ્રીમાં થયું કિડનીનું પ્રત્યારોપણ

g clip-path="url(#clip0_868_265)">