ગુજરાત કોંગ્રેસે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીને લઈ કવાયત તેજ કરી , જન જાગરણ અભિયાન શરૂ કર્યું

| Edited By: | Updated on: Nov 14, 2021 | 4:45 PM

અમદાવાદના ખોખરા વિસ્તારથી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જન જાગરણ અભિયાનની શરૂઆત કરાવી હતી.ખોખરા ખાતે મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી શરૂઆત કરાઈ છે.

ગુજરાત(Gujarat) વિધાનસભા 2022ની ચૂંટણીને(Assembly Election 2022) લઈ કોંગ્રેસે(Congress) કવાયત શરૂ કરી છે.કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં જન જાગરણ અભિયાનની(Jan Jagran Abhiyan) શરૂઆત કરી છે.અમદાવાદના ખોખરા વિસ્તારથી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ(Amit Chavda) જન જાગરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. જેમાં ખોખરા ખાતે મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી શરૂઆત કરાઈ છે.

જેમાં મંદી,મોંઘવારી અને બેરોજગારી મુદ્દે લોકોમાં જાગૃકતા લાવવા કોંગ્રેસે આ અભિયાન શરૂ કર્યું છે…કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખોખરમાં વિવિધ દુકાનોમાં જઈને લોકોને પત્રિકાઓનું વિતરણ કર્યું હતું…જન જાગરણ અભિયાનની સાથે સભ્ય નોંધણી ઝુંબેશ પણ શરૂ કરાઇ છે.29 નવેમ્બર સુધી આ અભિયાન ચાલશે.

આ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકારની લોકો વિરોધી નીતિઓને કારણે પ્રજા પરેશાન છે.સરકાર પ્રજાના આક્રોશને સાંભળતી નથી.સરકાર ઉત્સવોમાં મસ્ત છે.2022માં લોકોએ પરિવર્તન કરવાનું મન બનાવી લીધું છે.

આ પણ વાંચો : સુમુલ ડેરીમાં ડ્રાઈવરની હત્યા કરનાર હત્યારો ડ્રાઈવર ઝડપાયો, મૃતકના પરિવારને ડેરી 12 લાખ વળતર પેટે આપશે

આ પણ વાંચો :જામનગરના નવા અતિથિગૃહનું બાંધકામ પૂર્ણતાના આરે, ટૂંક સમયમાં જ લોકાર્પણ થશે

Published on: Nov 14, 2021 04:42 PM