Ahmedabad : નવરંગપુરાના ભાજપના કોર્પોરેટર ફરી વિવાદમાં, કોંગ્રેેસે સોગંદનામામાં માહિતી છુપાવ્યાનો લગાવ્યો આરોપ

|

Nov 25, 2022 | 7:45 AM

કોંગ્રેસે આક્ષેપ કર્યા કે નીરવ કવિએ સોગંદનામામાં અમુક માહિતી છુપાવી છે. સાથે જ કોર્ટમાં થયેલી અરજી બાદ આ સાચી હકિકત સામે આવી હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :ચૂંટણીના માહોલમાં હાલ આરોપ પ્રતિ આરોપનો દોર ચાલી રહ્યો છે. નવરંગપુરાના ભાજપના કોર્પોરેટર નીરવ કવિ પર કોંગ્રેસે ફરી એકવાર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા કે નીરવ કવિએ સોગંદનામામાં અમુક માહિતી છુપાવી છે. સાથે જ કોર્ટમાં થયેલી અરજી બાદ આ સાચી હકિકત સામે આવી હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે કોર્પોરેટર નીરવ કવિએ સોગંદનામામાં પોતાનો ધર્મ અને જ્ઞાતિનો ઉલ્લેખ નહોતો કર્યો. આટલું જ નહીં પણ કોંગ્રેસે નીરવ કવિને કોર્પોરેટર તરીકે રદ કરવાની અને તેમના વિરુદ્ધ કડક પગલા ભરવાની પણ માગ કરી છે.

ભાજપે કોંગ્રેસના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

તો આ તરફ ભાજપે કોંગ્રેસના તમામ આક્ષેપો અને દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. ભાજપના નેતાએ જણાવ્યું કે કોંગ્રેસ પાસે કોઈ વિષય નથી મળતો તેથી તે ખોટી રીતે આક્ષેપ કરે છે. ભાજપે બચાવ કરતા કહ્યું કે કોર્પોરેટર ક્યારેય આવી મહત્વપૂર્ણ માહિતી છુપાવે જ નહીં.

Next Video