Ahmedabad : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી, હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ

|

Aug 07, 2022 | 10:35 PM

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં 13થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ કરાયું છે. આ તરફ અમદાવાદ ખાતે પણ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અનુસંધાને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)  અંતર્ગત દેશભરમાં 13થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન(Har Ghar Tiranga Abhiyan) ’ શરૂ કરાયું છે. આ તરફ અમદાવાદ(Ahmedabad)  ખાતે પણ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અનુસંધાને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ  તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, શહેર પ્રમુખ અમિત શાહ, પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ હાજર રહ્યા હતા. આ  તિરંગા યાત્રામાં પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો, કાઉન્સિલરો, યુવા મોરચાના તમામ વોર્ડના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને યુવાનો પણ જોડાયા હતા

આ તિરંગા યાત્રા  14 ઓગસ્ટ સુધી શહેરના 48 વોર્ડમાં ફરશે . જેમાં અમદાવાદ  જિલ્લા ભાજપના નેતાઓ, સાંસદો, પૂર્વ ધારાસભ્યો સહિતના આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાશે જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભાગ લેશે. દેશ જ્યારે તેની આઝાદીના 75 વર્ષના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ઉજવણી અતંર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા 13 ઓગષ્ટથી 15 ઓગષ્ટ દરમિયાન દરેક દેશવાસીઓ તેમના ઘર, ઓફિસ, સરકારી કચેરીઓ, સહિતના સ્થળો પર તિરંગો લહેરાવે તેવુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યુ છે.

7મી ઓગષ્ટથી શરૂ થયેલી આ તિરંગા યાત્રાનું 14 ઓગષ્ટે જોધપુર વોર્ડ ખાતે સમાપન કરવામાં આવશે. સમગ્ર શહેરમાં ચાલનારી આ તિરંગા યાત્રા 350 થી 400 કિલોમીટરનું અંતર કાપશે જેમા રોજ બે વિધાનસભામાં આ તિરંગા યાત્રા યોજાશે. જેમા 3000થી બાઈકો સાથે આ તિરંગા યાત્રા  નીકળી હતી. હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ સાથેના આપણા જોડાણને વધુ ગાઢ બનાવવાનો છે.

Published On - 10:33 pm, Sun, 7 August 22

Next Video