Ahmedabad : રામોલ પોલીસ ચોકી નજીક અકસ્માત, બે લોકોના મોત, ત્રણ ઘાયલ

|

Feb 10, 2022 | 10:40 AM

અમદાવાદ શહેરની રામોલ પોલીસ ચોકી પાસે ગત મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મૃત્યુ થયા છે તેમજ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર અકસ્માતની વિગત મુજબ રામોલ પોલીસ ચોકી પાસે પાર્ક કરાયેલા ટ્રકના પાછળના ભાગમાં કાર બેકાબૂ બનતા ઘૂસી ગઇ હતી.

અમદાવાદ(Ahmedabad)  શહેરની રામોલ પોલીસ ચોકી(Ramol Police Choki)  પાસે ગત મોડી રાત્રે એક અકસ્માત(Accident)  સર્જાયો છે. જેમાં બે લોકોના મૃત્યુ થયા છે તેમજ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર અકસ્માતની વિગત મુજબ રામોલ પોલીસ ચોકી પાસે પાર્ક કરાયેલા ટ્રકના પાછળના ભાગમાં કાર બેકાબૂ બનતા ઘૂસી ગઇ હતી. આ કારમાં પાંચ લોકો સવાર હતા. જેના પગલે પાંચ લોકો ટ્રક નીચે કારમાં ફસાયા હતા. જો કે મોડી રાત્રે બનેલી ઘટના પાંચ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ કારમાં સવાર પાંચ મિત્રો સીટીએમથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદમાં જામફળવાળી નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્થાનિક સોસાયટીઓમા રહેતા પાંચ નવયુવાન મિત્રો ટાટા હેરિયર કાર લઈ ફરવા ગયા અને પરત આવી રહ્યા હતા ત્યારે કેનાલ નજીક ઉભેલ ખટારાની પાછળ કાર ધડાકાભેર મોડી રાતે ટકરાઇ હતી.તેમજ આસપાસની સોસાયટીના નાગરિકો ઇજાગ્રસ્ત લોકોની ચિચયારીઓ અને ધડાકનો અવાજ સાંભળી ઘટના પર દોડી આવ્યા હતા. તેમજ 108ની ટીમોએ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડયા હતા

આ પણ વાંચો : Surat : ખાનગી શાળાની સ્પર્ધામાં ટકી રહેવા સરકારી શાળામાં સુવિધા વધારવામાં આવશે, બાળકોનો એપ્ટિટ્યુડ ટેસ્ટ પણ લેવામાં આવશે

આ પણ વાંચો : Junagadh : જેલમાં જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં

Published On - 10:35 am, Thu, 10 February 22

Next Video