અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન બહાર રિક્ષાચાલકોના ધરણા, કરી આ માંગ

|

Dec 14, 2021 | 5:28 PM

મહત્વનું છે કે બે દિવસ થયા હોવા છતાં રીક્ષાચાલકને પોલીસે ન છોડતા રિક્ષા યુનિયન સાથે પરિજનોએ પોલીસ સ્ટેશન પહોંચી ધરણા કર્યા છે

અમદાવાદના(Ahmedabad)નરોડા  (Naroda)પોલીસ સ્ટેશન બહાર રિક્ષાચાલકોએ (Rickshaw Drivers) ધરણા (Protest)કર્યા છે. બે દિવસ પહેલા પ્રકાશ રાણા નામના રીક્ષાચાલકને પકડી પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે રિક્ષા યુનિયને ધરણા કર્યા છે.

જેમાં રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે, પોલીસ કર્મચારી ગંભીરસિંહે રિક્ષાચાલક પ્રકાશ રાણા પર પ્રોહીબિશન સહિત બે ગુના દાખલ કરી માર માર્યો છે.

આ તઉપરાંત પરિવાર રિક્ષાચાલકને મળવા જતા તેઓને પણ માર મારવામાં આવ્યો હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે બે દિવસ થયા હોવા છતાં રીક્ષાચાલકને પોલીસે ન છોડતા રિક્ષા યુનિયન સાથે પરિજનોએ પોલીસ સ્ટેશન પહોંચી ધરણા કર્યા છે તેમજ રીક્ષાચાલક સાથે બનેલી ઘટનામાં યુનિયનએ cctv તપાસ કરી રિક્ષાચાલકને ન્યાય અપાવવા માગ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad : સાઇબર ક્રાઇમના હાથે પ.બંગાળનો એક ભેજાબાજ ઝડપાયો, આરોપીની મોડસ ઓપરેન્ડી સાંભળીને તમે ચોંકી જશો

આ પણ વાંચોAhmedabad : બે વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ, મહામહેનતે તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડયું

Next Video