Ahmedabad: બાવળામાં ઋણ સ્વીકાર કાર્યક્રમમાં અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ- 1964થી નર્મદા યોજનાને ટલ્લે ચડાવી રાખી

|

Sep 26, 2022 | 6:16 PM

Ahmedabad: બાવળામાં ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે, અનેક વર્ષોથી જૂદી જૂદી યોજનાઓની ભાંજગડમાં આ વિસ્તારના 164 ગામો સિંચાઈ વ્યવસ્થાથી બાકાત રહ્યા હતા. શાહે જણાવ્યુ કે આ ક્ષેત્રના 164 ગામોમાં સરકારે માત્ર પાણી નહીં સાક્ષાત લક્ષ્મી મોકલવાનુ કામ કર્યુ છે.

મિશન 2022 (Mission 2022) અંતર્ગત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહે (Amit Shah) બાવળામાં ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ નળકાંઠા વિસ્તારના ખેડૂતોના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં અમિત શાહે ખેડૂતોને સંબોધન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ કે આજે મારા જેવા વ્યક્તિ માટે આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે ઘણા સંતોષનો દિવસ છે. અનેક વર્ષોથી જૂદી જૂદી યોજનાઓની ભાંજગડમાં આ વિસ્તારના કુલ 164 ગામો સંપૂર્ણ સિંચાઈ વ્યવસ્થાથી બાકાત રહ્યા હતા. ગુજરાત સરકારે પહેલા 153 ગામો ત્યારબાદ એકદમ સૂકાભઠ એવા 11 ગામો મળી 164 ગામોના 69,632 હેક્ટરના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.

અમિત શાહે જણાવ્યુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ઋષિકેશ પટેલ અને આટલી લાંબી લડાઈ માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હ્રદયપૂર્વક ધન્યવાદ પાઠવુ છુ. શાહે જણાવ્યુ કે મારા ક્ષેત્રના 164 ગામોમાં માત્ર પાણી નહીં સાક્ષાત લક્ષ્મી મોકલવાનુ કામ સરકારે કર્યુ છે.

કોંગ્રેસે નર્મદા યોજનાને ટલ્લે ચડાવી રાખી: અમિત શાહ

અમિત શાહે જણાવ્યુ કે અહીં પાણી નહોંતુ તો પણ ખેડૂત પાક તો લેતો જ હતો. હવે નર્મદાનું પાણી આવતા ખેડૂત 3 પાક લે છે અને લખલૂટ રૂપિયા કમાવવાનો છે. નર્મદા યોજનાને લઈ ગૃહપ્રધાન અમિત શાહે કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે- કૉંગ્રેસીયાઓએ 1964થી નર્મદા યોજનાને ટલ્લે ચઢાવી હતી. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નર્મદા યોજનાને અમદાવાદ જિલ્લા સુધી પહોંચાડી હતી. તેમણે કહ્યું કે, અનેક વર્ષોથી જુદી-જુદી યોજનાઓની ભાંજગડમાં આ વિસ્તારના 164 ગામો સંપૂર્ણ સિંચાઈ વ્યવસ્થાથી બાકાત રહી ગયા હતા.

Next Video