Ahmedabad : શહેરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે વાયરલ ફીવરનો ભરડો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

|

Aug 13, 2022 | 11:02 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજના વાઇરલ ફિવરના (Viral Fever) અંદાજે 3500 ઓપીડી નોંધાય છે..તો ચાલુ માસમાં સિવિલ હોસ્પિટલમાં કમળાના 63 અને ઝાડા ઉલ્ટીના 36 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં (Gujarat)  એક તરફ કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. તો બીજી બાજુ વાયરલ ફીવરના(Viral Fever)  પગલે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.ત્યારે અમદાવાદમાં(Ahmedabad)  વરસાદે વિરામ લેતા રોગચાળો વકર્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં રોજના વાઇરલ ફિવરના અંદાજે 3500 ઓપીડી નોંધાય છે..તો ચાલુ માસમાં સિવિલ હોસ્પિટલમાં કમળાના 63 અને ઝાડા ઉલ્ટીના 36 કેસ નોંધાયા છે.છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો, ઝાડા ઉલટીના 36 ન્યૂમોનિયાના 4, ચિકનગુનિયાના 16, ડેન્ગ્યુના 17 અને કમળાના 63 કેસ નોંધાયા છે.જોકે સ્વાઇન ફ્લૂના પણ 3 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં  કોરોના(Corona)  કેસ હજુ યથાવત છે. જેમાં 13 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 565 કેસ નોંધાયા છે તેમજ ત્રણ લોકોના મોત થયા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 4205 થયા છે. જયારે કોરોના રિકવરી રેટ 98.80 થયા છે. જયારે કોરોનાથી આજે 891 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદ(Ahmedabad)  191, રાજકોટ 58 01 મૃત્યુ, વડોદરા 40, સુરતમાં 29, ગાંધીનગરમાં 27, કચ્છમાં 25, વલસાડમાં 22, સુરત જિલ્લામાં 18, રાજકોટમાં 15, પાટણમાં 14, વડોદરા જિલ્લામાં 14, મહેસાણામાં 13 -01 મૃત્યુ , નવાસારીમાં 12, બનાસકાંઠામાં 11, ગાંધીનગરમાં 08, મોરબીમાં 08, જામનગરમાં 07, આણંદમાં 06, ભરૂચમાં 06, પોરબંદરમાં 05, સાબરકાંઠામાં 05, ભાવનગરમાં 04 -01 મૃત્યુ, દ્વારકામાં 04, ગીર સોમનાથમાં 04, અમદાવાદ જિલ્લામાં 03, અમરેલીમાં 03, જામનગરમાં 03, પંચમહાલમાં 03, અરવલ્લીમાં 02, તાપીમાં 02, ડાંગમાં 01, જુનાગઢમાં 01, અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે.

Published On - 10:50 pm, Sat, 13 August 22

Next Video