Ahmedabad : માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો, કુલ સંખ્યા 188 થઈ

|

Jan 25, 2022 | 11:37 PM

અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં વધુ 15 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તો 19 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે

ગુજરાતમાં કોરોનાના(Corona)કેસોમાં ફરી વધારો થયો છે. જો કે અમદાવાદ(Ahmedabad)શહેરમાં પણ છેલ્લા ચાર દિવસથી કોરોના કેસ ઘટી રહ્યા છે. જેના પગલે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ(Micro Containment)ઝોનની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં વધુ 15 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તો 19 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે… આ સાથે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 192થી ઘટી 188 થઈ ગઈ છે. જો કે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસમાં તીવ્ર ઘટાડો થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ 5000 ની અંદર આવ્યા છે. તેમજ કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર નવા કેસ કરતા વધારે દર્દીઓ સ્વસ્થ થયા. અમદાવાદ શહેરમાં કોરોનાના 5303 પોઝિટિવ કેસ સામે આવ્યા તો 24 કલાકમાં 5978 દર્દી સારવાર બાદ સાજા થયા થયા. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાથી 10 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં 83 નવા કોરોના પોઝિટિવ દર્દી મળ્યાં. જેની સામે 124 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે

જો આગામી દિવસોમાં પણ કેસમાં ઘટાડો યથાવત્ રહેશે તો પીક પસાર થઈ રહી હોવાનું માની શકાશે, જેનો સીધો અર્થ એ થશે કે રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો ઓસરી રહ્યો છે, જોકે મૃત્યુની સંખ્યા હજુ પણ ચિંતાનું કારણ છે.

આ પણ વાંચો : Kutch : બોર્ડરવીંગના ત્રણ જવાનો અને એક હોમગાર્ડની રાજયપાલ ચંદ્રક માટે પસંદગી

આ પણ વાંચો : સ્વામી સચ્ચિદાનંદને પદ્મભૂષણ અન્ય સાત ગુજરાતી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

Next Video