Ahmedabad માં વધુ 19 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ, કુલ સંખ્યા 104 થઈ

|

Jan 20, 2022 | 7:52 AM

અમદાવાદ શહેરમાં વધુ 19 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે જ્યારે 20 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.

અમદાવાદ(Ahmedabad) શહેરમાં કોરોનાના(Corona)કેસ સતત વધી રહ્યા છે. જો કે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ (Micro containment) ઝોનની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં વધુ 19 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે જ્યારે 20 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. શહેરમાં એકતરફ કોરોનાના કેસ વધી રહ્યા છે… ત્યારે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી રહી છે. આ સાથે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 105થી ઘટી 104 થઈ ગઈ છે.

અમદાવાદમાં  પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એક દિવસમાં અમદાવાદ શહેરમાં 8 હજાર 391 કેસ નોંધાયા. અમદાવાદ શહેરમાં 6 દર્દીનું કોરોનાથી મોત થયા છે.જ્યારે 3 હજાર 911 દર્દીઓએ કોરોનાને માત આપી. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદમાં 54 હજાર 376 કેસ સામે આવ્યા છે..જેમાંથી 38 હજાર 722 કેસ માત્ર 11 જાન્યુઆરીથી 19 જાન્યુઆરીમાં આવ્યા છે.

બીજી તરફ 1લી જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 15 દર્દીના મોત થયા છે.આ પહેલાં 13 જાન્યુઆરીએ અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું..જ્યારે 15 જાન્યુઆરીએ પણ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા.તો 18 જાન્યુઆરીએ અમદાવાદમાં 3 અને 19 જાન્યુઆરીએ 6 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. જેના કાણે મૃત્યુઆંક વધીને 3,427 પર પહોંચી ગયો છે.

અમદાવાદમાં મુંબઈ કરતાં પણ વધુ ગતિથી કોરોના ફેલાઈ રહ્યો છે. અમદાવાદમાં એક દિવસમાં મુંબઈ કરતાં 2 હજાર કેસ વધારે નોંધાયા છે. મુંબઈમાં 24 કલાકમાં 6 હજાર 32 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 8 હજાર 391 લોકો સંક્રમિત થયા. આ પહેલાં 18 જાન્યુઆરીએ અમદાવાદમાં 5 હજાર 998 કેસ નોંધાયા હતા જ્યારે મુંબઈમાં 6 હજા 149 કેસ નોંધાયા હતા. . 17 જાન્યુઆરીએ અમદાવાદમાં 4 હજાર 340 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : ગુજરાતના કરછમાં ફરી ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી નજીક

આ પણ વાંચો :  PM Modi આજે સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે

Next Video