Ahmedabad : એએમસી એક્શનમાં, ઓવરબ્રિજ નીચેના દબાણો દૂર કરવા હાથ ધર્યો સર્વે

|

May 19, 2022 | 11:00 PM

અમદાવાદ (Ahmedabad) શહેરના 35 બ્રિજનો સર્વે થઈ રહ્યો છે..ઓવરબ્રિજની નીચેની જગ્યાનો ઉપયોગ કોર્પોરેશનની આવક માટે કેવી રીતે કરી શકાય તેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ઓવરબ્રિજની નીચેની જગ્યાને યોગ્ય ડિઝાઇન કરી સ્ટોલ બનાવવામાં આવશે

અમદાવાદના (Ahmedabad)  ઓવરબ્રિજની (Overbridge)  નીચે આડેધડ દબાણો (Enchrochment)  અને અસામાજિક તત્વોની પ્રવૃતિઓ જોવા નહીં મળે.બેફામ રીતે વધી રહેલા દૂષણને ડામવા તેમજ મનપામાં આવક ઉભી કરવા માટે કોર્પોરેશનના સત્તાધીશોએ મન બનાવી લીધું છે.જેને લઈને શહેરના 35 બ્રિજનો સર્વે થઈ રહ્યો છે..ઓવરબ્રિજની નીચેની જગ્યાનો ઉપયોગ કોર્પોરેશનની આવક માટે કેવી રીતે કરી શકાય તેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ઓવરબ્રિજની નીચેની જગ્યાને યોગ્ય ડિઝાઇન કરી સ્ટોલ બનાવવામાં આવશે.વિવિધ પ્રકારના સ્ટોલ બનાવી તેને ભાડે આપવામાં આવશે.શહેરના ઘણા ઓવરબ્રિજની નીચે લારી ગલ્લા તેમજ નકામા વાહનોનો આડેધડ પાર્ક થઈ રહ્યા છે. જેથી બ્રિજની નીચેની જગ્યાનો વેડફાટ કરવામાં આવતો હતો. પરંતુ હવે આ બ્રિજની નીચે આવકનો સ્ત્રોત ઉભો કરવામાં આવશે.

નવી ડિઝાઇન સાથેના સ્ટોલ ઉભા કરવાનું આયોજન

અમદાવાદ શહેરમાં હાલમાં સતત થઈ રહેલા વિકાસ કાર્યોમાં અનેક સ્થળો પર નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના પગલે બ્રિજની નીચે ઉભી થયેલઇ જગ્યામાં અનેક સ્થળોએ કોર્પોરેશને પાર્કિગ તૈયાર કરવામાં આવ્યા છે. જયારે અનેક સ્થળો પર બ્રિજની નીચેનો ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જેમાં અનેક સ્થળો પર દબાણ કરવામાં આવ્યા છે. તેમજ અનેક સ્થળો પર અસામાજિક તત્વોએ જગ્યા પચાવી પાડી છે. જેના પગલે કોર્પોરેશનને હવે આ જગ્યાઓ ખુલ્લી કરીને તે સ્થળો પર નવી ડિઝાઇન સાથેના સ્ટોલ ઉભા કરવાનું આયોજન છે. તેમજ આ સ્ટોલ ભાડે આપીને તેમાંથી આવક ઉભી કરવામાં આવશે.

(With Input. Jignesh Patel,Ahmedabad) 

 

 

Published On - 10:59 pm, Thu, 19 May 22

Next Video