Ahmedabad: પહેલા માળેથી ગાયે કૂદકો મારતા 4 લોકો ઇજાગ્રસ્ત, જુઓ વીડિયો

|

Sep 23, 2022 | 3:46 PM

આ ગાય કૂદી ત્યારે રસ્તા પરથી  એક પરિવાર પસાર થઈ રહ્યો હતો. ગાય આ રીતે કૂદતા બે બાળકો અને માતા-પિતા સહિત તમામને ઇજા પહોંચી હતી. દંપતી પૈકી ભરતભાઈ નામના વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર થયું છે તો બંને બાળકોને પણ હાથ-પગમાં ઈજા થઈ છે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં રખડતા ઢોર પકડવાનું કામ ઢોર પકડ પાર્ટી માટે મુશ્કેલ કામ બની રહ્યું છે. તેઓ રખડતા ઢોરને પકડવા જાય ત્યારે પશુઓ દોડે છે અને તેના કારણે લોકો ઇજાનો ભોગ બને છે. અમદાવાદમાં રખડતી ગાયને (Cow) કારણે નિકોલ  વિસ્તારના એક જ પરિવારના 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

શહેરમાં ઘણી જગ્યાએ હજુ પણ રખડતા ઢોર (Stray cattle) લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. શહેરના  ગોમતીપુરા અને બહેરામપુરા  વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી ઢોર પકડવા માટે ગઈ હતી. ઢોર પાર્ટીના કર્મચારીઓને જોઈને ગાય ભડકી હતી અને આ ગાય દોડીને એક ઘરના પહેલા માળે ચઢી ગઈ હતી, વીડિયોમાં જોવા મળે છે કે ગાયની પાછળ જ ઢોર પકડ પાર્ટીનો કર્મચારી આવતા ડરેલી ગાયે ઉપરથી નીચે ભૂસકો માર્યો હતો.

ગાય પહેલા માળ ઉપરથી કૂદી હતી અને આ ગાય કૂદી ત્યારે રસ્તા પરથી એક પરિવાર પસાર થઈ રહ્યો હતો. ગાય આ રીતે કૂદતા બે બાળકો અને માતા-પિતા સહિત તમામને ઇજા પહોંચી હતી. દંપતી પૈકી ભરતભાઈ નામના વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર થયું છે તો બંને બાળકોને પણ હાથ-પગમાં ઈજા થઈ છે. આ ઘટનામાં ગાયને પણ માથામાં ઇજા થતા બહેરામપુરા ઢોરવાડા ખાતે લઈ જવામાં આવી હતી. ગુરુવારે શહેરમાં રસ્તે રખડતાં 102 ઢોર પકડવામાં આવ્યા હતા.

Next Video