ઝેરી દારૂકાંડ બાદ પણ બુટલેગરોની બેખોફ દારૂની હેરાફેરી ! 300 લીટર દારૂ સાથે વધુ એક બુટલેગર ઝડપાયો

|

Aug 06, 2022 | 7:10 AM

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા માનસી સર્કલ (mansi circle) પાસેથી PCBએ બાતમીના આધારે રીક્ષાને રોકીને તેમાં તપાસ કરી હતી.

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડની (Botad Hooch Tragedy) ઘટના હજી તાજી છે. રાજ્યભરમાં પોલીસે (Ahmedabad police) છબી સુધારવા દારૂબંધીનું કડકપણે પાલન કરાવી રહી છે. ત્યાં અમદાવાદમાં ફરીવાર દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે. માનસી સર્કલ પાસે પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલો 300 લીટર દેશી દારૂ કડીથી રિક્ષામાં લઈને રાયપુર જતા બુટલેગરને PCBએ ઝડપી પાડ્યો છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા માનસી સર્કલ (mansi circle) પાસેથી PCBએ બાતમીના આધારે રીક્ષાને રોકીને તેમાં તપાસ કરી હતી. ત્યારે રીક્ષામાં અલગ અલગ જગ્યાએ તપાસ કરતા 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

ફરાર આરોપીની શોધખોળ શરૂ

રાકેશ ઉર્ફે પ્રતાપ દંતાણી નામનો આરોપી કડીથી આ દેશી દારૂ લઈને રાયપુર (Raypur) કંટોળીયા વાસ તરફ જઈ રહ્યો હતો. ત્યારે માનસી સર્કલ ખાતે જ PCB એ ઝડપી લીધો હતી.PCBએ આરોપી રાકેશ દંતાણીની ધરપકડ કરી છે. જ્યારે કડીથી (kadi) માલ મોકલનાર રાજુ ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.

 

વધુ એક કેમિકલકાંડ થતા અટકી ગયો !

ઝેરીદારૂ કાંડ બાદ રાજય સરકારે અનેક વિસ્તારોમાં દારૂના ગેરકાયદે વેચાણ કરનારા બુટલેગરો  પર તવાઈ બોલાવી છે. જેમાં અનેક બુટલેગરોની પોલીસે ધરપકડ કરી છે. જયારે અમદાવાદના(Ahmedabad)  ન્યૂ રાણીપ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી(Liquor Factory) ઝડપી છે. તમને જણાવી દઈએ કે,ભંગારની આડમાં ગોડાઉનમાં નકલી દારૂ બનાવવામાં આવતો હતો. જેમાં મોંઘીદાટ દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરી વેચતા હતા. તેમજ દારૂની બોટલો અને સ્ટિકર્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કેસમાં પોલીસે મોહમ્મદ ઝાકીર ઉર્ફે મોનુ છીપાની ધરપકડ કરી છે. જયારે ફરાર આરોપી શંકર મારવાડીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Published On - 7:08 am, Sat, 6 August 22

Next Video