Ahmedabad : પતંગની દોરીથી માનવ જીવન બચાવવા 15 વર્ષથી ચલાવાય છે અનોખું અભિયાન

|

Jan 09, 2022 | 9:57 PM

અમદાવાદ શહેરમાં એકપણ મોત પતંગની દોરીથી ન થાય અને બ્રિજ પર લોકો સુરક્ષિત રીતે પસાર થઈ શકે તે માટે અમદાવાદના શાહપુરમાં રહેતા મનોજ ભાવસારે અનોખો પ્રયાસ હાથ ધર્યો

અમદાવાદમાં(Ahmedabad)ઉત્તરાયણના(Uttarayan)પર્વે જ્યારે કરોડો લોકો પતંગ ચગાવવામાં વ્યસ્ત હોય છે ત્યારે અમદાવાદ  શહેરના એક શખ્સે લોકોના જીવ બચાવવા(life Saving)માટે અભિયાનની શરૂઆત કરી છે. લોકોના જીવ બચાવવા માટે અમદાવાદ શહેરમાં 30 જેટલા બ્રિજ પર તાર બાંધવાનું કામ શરૂ થયું છે અને આ કામ એક શખ્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી કરવામાં આવી રહ્યું છે.

ઉત્તરાયણ પર્વની ઉજવણી ગુજરાતમાં ખુબજ ધામધૂમથી કરવામાં આવે છે.પરંતુ આ પર્વમાં ઘણીવાર મોતના સમાચાર પણ મળે છે. પતંગની દોરી કપાતા ઘણા લોકો જીવ ગુમાવી ચુક્યા છે. જે ખુબજ દર્દનાક હોય છે જે પીડા ઘણા પરિવારો સહન કરી ચુક્યા છે.

પરંતુ શહેરમાં એકપણ મોત પતંગની દોરીથી ન થાય અને બ્રિજ પર લોકો સુરક્ષિત રીતે પસાર થઈ શકે તે માટે અમદાવાદના શાહપુરમાં રહેતા મનોજ ભાવસારે અનોખો પ્રયાસ હાથ ધર્યો. જેઓ 15 વર્ષથી બ્રિજ પર આવેલા લાઈટના થાંભલા પર તાર બાંધવાનું કામ કરી રહ્યા છે.

શહેરમાં એક બ્રિજ પર લગભર 20થી 22 કિલો તાર જાય છે અને આવા અનેક બ્રિજ છે. જેના પર મનોજભાઇ પોતાના ખર્ચે તાર લગાવે છે. જરા વિચારો કે 15 વર્ષ સુધી બ્રિજ પર તાર બંધાયા બાદ મનોજભાઈએ અત્યાર સુધીમાં કેટલાયે લોકોના જીવ બચાવ્યા હશે. કેટલાયે લોકો હશે જેઓ દોરીથી બચી ગયા હશે. ત્યારે તેમને કોર્પોરેશન દ્વારા પણ મદદ પૂરી પાડવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં બ્રિજની સંખ્યા પણ વધી રહી છે. શહેરમાં 54 જેટલા બ્રિજ છે જેમાં 30 બ્રિજ પર તારા બંધવાનો ટાર્ગેટ છે. નવા બ્રિજમાં વિરાટનગર અને રાજેન્દ્રપાર્ક બ્રિજ પર ટેક્નિકલ ખામીના કારણે તાર બાંધી શકાય તેમ નથી. જેથી તેની વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરાઈ રહી છે.. માટે ત્યાં લોકોને વાહન ધીમે હાંકવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચો : Porbandar : કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી, 10 ક્રૂની તપાસ શરૂ કરી

આ પણ વાંચો : અમદાવાદ કોંગ્રેસમાં થયેલા ભડકાને ડામવા નેતાઓ મેદાનમાં, કહ્યું કોઈ રાજીનામું અપાયું નથી

Next Video