રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં જાહેર કરશે નવી બે એગ્રો પોલિસી, કૃષિ મંત્રી રાઘવજી પટેલે TV9 સાથે કરી ખાસ વાતચીત

|

Dec 24, 2021 | 9:56 AM

Gandhinagar: ગુજરાત સરકાર વિધાનસભા સત્રમાં નવી બે એગ્રો પોલિસી જાહેર કરશે. બન્ને પોલિસીની ખેડૂતોને ફાયદો થવાનો સરકારનો દાવો છે.

Gandhinagar: રાજ્ય સરકાર નવી એગ્રો પોલિસી (Agro Policy) જાહેર કરવાનો પ્લાન કરી રહી છે. જી હા એગ્રો GIDC તથા એગ્રો એક્સપોર્ટ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયાની માહિતી સામે આવી છે. તો આવામાં હાલમાં બન્ને પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે. જણાવી દઈએ કે ગુજરાત સરકાર વિધાનસભા સત્ર દરમિયાન પોલિસી જાહેર કરશે. બન્ને પોલિસીની ખેડૂતોને ફાયદો થવાનો સરકારનો દાવો છે. આ સમગ્ર મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલ એ TV9 સાથે ખાસ વાતચીત કરી. ચાલો જાણીએ.

રાજ્યમાં ખેડૂતોને મદદ થાય અને ખેત પેદાશોને વેચાણમાં મદદ મળે તે માટે રાજ્ય સરકારે આ પોલીસી લાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ પોલીસી અંગે રાઘવજી પટેલે કહ્યું કે આવનારા દિવસોમાં રાજ્યના ખેડૂતોની આવકો વધારવા અને તેને સમૃદ્ધ બનાવવા ખેતીવાડી ખાતાએ એગ્રો એક્સપોર્ટ પોલીસી અને એગ્રો GIDC પર સરકાર વિચારણા લારી રહી છે.

એગ્રો એક્સપોર્ટ પોલિસી વિશે મંત્રીએ કહ્યું કે એક્સપોર્ટ બેઝ પ્રોડક્શનને એક્સપોર્ટ કરવામાં સુવિધા રહે અને સરળતા રહે તે માટે આ પોલિસી  બનાવવામાં આવી રહી છે. આ પોલિસીમાં ડિમાન્ડમાં રહેલી ખેત પેદાશો, અને નિકાસ થઇ શકે એવી પેદાશોનું લીસ્ટ બનાવી એણે કઈ રીતે વધુ નિકાસ કરી શકાય. આ પ્રક્રિયામાં ખેડૂતને વધુ લાભ કઈ રીતે થાય અને સરકાર આમાં શું મદદ કરી શકે એ બાબતે આ પોલિસી બનાવવાની વાત મંત્રીએ કહ્યું.

તો એગ્રો GIDC પોલિસીમાં મંત્રીએ કહ્યું કે ખેડૂતોના ઉત્પાદનને આ પોલિસી થકી અલગ અલગ પ્રોડક્ટ બનાવવાની વાત છે. જેમાં ખેડૂતોના ઉત્પાદનની માગ વધશે અને જેને લઈને ઉદ્યોગ પણ વધશે એ અંગે આ પોલિસી છે. જેને ટૂંક સમયમાં જાહેર કરવાની વાત મંત્રીએ કરી.

 

આ પણ વાંચો: Surat : પહેલીવાર સુરતમાં સફાઈ કર્મચારીઓને સન્માનવાવો અનોખો કાર્યક્રમ, સફાઈ કામદારોનાં યોગદાનને મહત્વ આપી બિરદાવવાનો પ્રયાસ

આ પણ વાંચો: Mandi: સાબરકાંઠાના તલોદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7155 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Published On - 9:40 am, Fri, 24 December 21

Next Video