Ahmedabad : કોગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે હાર્દિક પટેલની પત્રકાર પરિષદ, કરી શકે છે મોટું એલાન

|

May 19, 2022 | 9:33 AM

Hardik Patel : ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે હાર્દિક પટેલ કયા પક્ષમાં જોડાશે તેની પર સૌ કોઇની નજર મંડરાયેલી છે.

ગુજરાતના(Gujarat)  રાજનીતિમાં રોજ નવા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી હાર્દિક પટેલની (Hardik patel resign) કોંગ્રેસ સામેની નારાજગીનો આખરે અંત આવી ગયો છે.હાર્દિકે કોંગ્રેસના તમામ હોદ્દા અને પદ પરથી રાજીનામું ધરી કોંગ્રેસને આખરે અલવિદા કહી દીધું છે.હાર્દિક પટેલના ગુજરાત કોંગ્રેસમાંથી (Congress) રાજીનામા બાદ હવે હાર્દિક કયા પક્ષમાં જોડાશે તેની પર સૌ કોઇની નજર મંડરાયેલી છે, ત્યારે હાર્દિક પટેલ સવારે 11 કલાકે પત્રકાર પરિષદ યોજશે.

હાર્દિક કયા પક્ષમાં જોડાશે તેના પર સૌ કોઈની રહેશે નજર

જેમાં હાર્દિક પટેલ મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે. આ પત્રકાર પરિષદથી હાર્દિક પટેલનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ શકે છે.મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે સમાધાન માટે સતત પ્રયત્નો કર્યા હતા.એમાં પણ તેમની નારાજગી મામલે રાહુલ ગાંધીને (Rahul Gandhi) મળવા માટે પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ રાહુલ ગાંધીએ હાર્દિકને મળવાનો સમય તો ઠીક, ગુજરાત આવ્યા ત્યારે તેમણે હાર્દિકથી અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું. સાથે કોંગ્રેસની ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરીની ગંભીર નોંધ કોંગ્રેસ હાઇકમાન્ડે લીધી હતી. હવે જોવાનું એ રહેશે કે હાર્દિક પટેલ ભાજપનો (BJP) ખેસ ધારણ કરશે કે પછી આપનું (AAP) ઝાડું પકડશે. જે પણ હોય પરંતુ આજે રાજ્યની રાજનીતિ માટે મહત્વનો દિવસ સાબિત થશે.

Published On - 9:32 am, Thu, 19 May 22

Next Video