Chhota Udepur: બોડેલીમાં ભારે વરસાદથી ખેડૂતો થયા પાયમાલ, સર્વે બાદ વહેલી તકે વળતર આપવા માગ

|

Jul 29, 2022 | 11:58 AM

છોટાઉદેપુરના (Chota udepur) બોડેલી તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ભારે તારાજી સર્જાઇ છે. ધોધમાર વરસાદને (Rain)પગલે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જિલ્લાના તમામ ખેડૂતો પાક નુકસાન સામે વહેલી તકે વળતર આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના બોડેલી તાલુકામાં 10 જૂનના રોજ 22 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ (Rain) બાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ખેતરો પાણી પાણી થઈ ગયા હતા અને ખેતીમાં ભારે નુકસાન થયું હતું. જેને લઇ ખેડૂતોમાં (Farmers) નિરાશા જોવાઈ હતી. જોકે સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો ત્યારે ખેડૂતોમાં એક આશા જાગી છે કે, તેમને નુકસાનીનું વળતર આપવામાં આવશે. હાલમાં ચોમાસુ બાકી છે ત્યારે જો ખેડૂતોને સર્વે બાદ જલદી વળતર આપવામાં આવે તો તે હાલ પણ ખેડૂત ખેતી કરી શકે તેમ છે.

છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ભારે તારાજી સર્જાઇ છે. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જિલ્લાના તમામ ખેડૂતો પાક નુકસાન સામે વહેલી તકે વળતર આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની ઉચ્છ નદીમાં ઘોડાપૂર આવતા કિનારે આવેલા અનેક ગામડાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી. અનેક ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા. તેમજ દૂધાળા ઢોર પણ તણાઇ જતા લોકોને ભારે આર્થિક નુકસાન થયું છે. જેને લઇને અનેક ખેડૂતોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઇ પડ્યું છે.

ખેડૂતોનું કહેવુ છે કે, તેમને વળતર જલદી આપવામાં આવે. ખેડૂત પાસે કાઈ બચ્યું નથી, પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. પહેલા સ્થાનિકોને દૂધ વેચીને પણ ગુજરાન ચાલતું હતું, પણ વરસાદ બાદ પશુઓ પણ તણાઈ જતાં ખેડૂતો મુજવણમાં મુકાયા છે. સાથે સાથે ખેડૂતોએ પણ જણાવી રહ્યા છે કે, સર્વેની અલગ અલગ ટીમ સર્વે માટે આવે છે. ત્યારે હવે આ વચ્ચે ખેતરોમાં ફરી વાવણી કરવી કે કેમ તે બાબતે પણ મુજવણ છે.

Published On - 8:53 am, Fri, 29 July 22

Next Video