હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામા બાદ NCPના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ કહ્યું કે હાર્દિકના જવાથી કોંગ્રેસને ફાયદો થશે

|

May 18, 2022 | 5:17 PM

જયંત બોસ્કીએ જણાવ્યું કે હાર્દિકના રાજીનામાં બાદ કોંગ્રેસનો ગ્રાફ ઊંચો જશે. કોંગ્રેસ દ્વારા હાર્દિકને મોટો હોદ્દો અને માન આપવામાં આવ્યા હતાં. પણ હાર્દિક હોદ્દો અને માન સ્વીકારી શક્યો નહીં.

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી (Congress) નારાજ ચાલતા હાર્દિક પટેલે (Hardik patel) અંતે કોંગ્રેસમાં રાજીનામું આપ્યુ છે. હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધુ છે. હાર્દિક પટેલે પોતાના ટ્વીટર પર રાજીનામાનો (Resign) પત્ર શેર કર્યો છે. હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું કેમ આપે છે તેના કારણો આ પત્રમાં જણાવ્યા છે. તો હાર્દિક પટેલના રાજીનામાને પગલે ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઇ છે. અને, ગુજરાતના નેતાઓએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ આપવા બાબતે NCPના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હાર્દિકના જવાથી કોંગ્રેસને ફાયદો થશે. હાર્દિકના રાજીનામાં બાદ કોંગ્રેસનો ગ્રાફ ઊંચો જશે. કોંગ્રેસ દ્વારા હાર્દિકને મોટો હોદ્દો અને માન આપવામાં આવ્યા હતાં. પણ હાર્દિક હોદ્દો અને માન સ્વીકારી શક્યો નહીં.

હાર્દિક પટેલના રાજીનામાને લઈ અને ધોરાજીના કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ દુઃખ વ્યકત કર્યું છે. લલિત વસોયાએ રાજીનામાને હાર્દિક પટેલનો અંગત નિર્ણય ગણાવ્યો છે. આ સાથે લલિત વસોયાએ હાર્દિક પટેલને શુભકામના પણ પાઠવી છે.

હાર્દિકના રાજીનામા પર ભાજપ નેતા વરુણ પટેલે ટ્વીટ કર્યું છે.જયાં તેમણે લખ્યું કે, ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી.ભાજપના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતા કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી.ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે.બાકી જેને જયાં જવું હોય ત્યાં જઈ શકે છે.

Next Video