Rajkot: જીલ્લા બેંકમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટા સમાચાર, કોર્ટમાં જવાબ રજુ થાય તે પહેલા જયેશ રાદડિયા અને નીતિન ઢાંકેચા વચ્ચે મહત્વની બેઠક

|

Jun 19, 2022 | 7:52 PM

મહત્વનું છે કે સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા અને નીતિન ઢાંકેચા જૂથ વચ્ચે રાજકીય અસ્તિત્વની લડાઇ ચાલી રહી છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જયેશ રાદડિયા (Jayesh Radadiya) અને નીતિન ઢાંકેચા વચ્ચે બેઠક થઈ છે.

રાજકોટ જિલ્લા સહકારી બેન્કની (Rajkot District Co-Operative Bank) ભરતીમાં ભ્રષ્ટાચારનો કેસ હવે હાઈકોર્ટમાં (High court) પહોંચ્યો છે. જયેશ રાદડિયાના (Jayesh Radadiya) હરીફ જૂથના નીતિન ઢાંકેચાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી દરમિયાન સ્ટેટ રજિસ્ટ્રાર, નાબાર્ડ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્ક અને સહકાર સચિવને કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે 5 જુલાઈના રોજ જવાબ રજૂ કરવા કહ્યું છે. મહત્વનું છે કે સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા અને નીતિન ઢાંકેચા જૂથ વચ્ચે રાજકીય અસ્તિત્વની લડાઇ ચાલી રહી છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જયેશ રાદડિયા અને નીતિન ઢાંકેચા વચ્ચે બેઠક થઈ છે. કોર્ટમાં જવાબ રજુ થાય તે પહેલા આ મુલાકાત થઈ હોવાથી મહત્વની માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટ અને મોરબીની મુલાકાતે છે. ત્યારે સર્કિટ હાઉસમાં વ્યાપારીઓને રજુઆત કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. તે દરમિયાન આ જયેશ રાદડિયા અને નીતિન ઢાંકેચા દ્વારા બંધ બારણે મુલાકાત થઈ હતી. નોંધનીય છે કે, નીતિન ઢાંકેચાએ આરોપ લગાવ્યો છે કે જિલ્લા સહકારી બેંકની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો છે. કોઇપણ પ્રકારની જાહેરાત વગર રૂપિયા લઇને બારોબાર ભરતી કરવામાં આવી છે.

Next Video