જામનગર વીડિયો : વકીલ હારુન પલેજાની હત્યાના કેસમાં વધુ એક આરોપી સકંજામાં, 13 આરોપી ફરાર

|

Mar 22, 2024 | 5:16 PM

જામનગર પોલીસે સિકંદર સાયચા નામના શખ્સને ઝડપ્યો છે. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ બશીર સાયચા નામના શખ્સને પકડ્યો હતો. તેમજ હારુન પલેજા હત્યા કેસમાં કુલ બે આરોપી પોલીસ સકંજામાં આવ્યા છે.

જામનગરમાં જાણિતા વકીલ હારુન પલેજાની હત્યાના કેસમાં વધુ એક આરોપી પકડાયો છે. જામનગર પોલીસે સિકંદર સાયચા નામના શખ્સને ઝડપ્યો છે. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ બશીર સાયચા નામના શખ્સને પકડ્યો હતો. તેમજ હારુન પલેજા હત્યા કેસમાં કુલ બે આરોપી પોલીસ સકંજામાં આવ્યા છે. પરંતુ હજુ પણ 13 આરોપી ફરાર છે.

વકિલની સરાજાહેર હત્યા

અજાણ્યા વ્યક્તિએ વકીલ હારુન પલેજાની હત્યા કરી હતી. જેના પગલે વકીલના ભત્રીજાએ 15 લોકો સામે ફરીયાદ નોંધાવી હતી. વકિલ હારુન પલેજાને એક વર્ષ પહેલા સાયચા ગેંગના સભ્યોએ કેસ પાછો ખેચવા  ધમકી આપી હતી. જે બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Video