બરવાળા ઝેરી દારૂકાંડમાં AMOS કંપનીના 4 સંચાલકો સામે લેવાયાં પગલાં

|

Aug 01, 2022 | 10:18 PM

કંપનીના સમીર પટેલ, પંકજ પટેલ, ચંદુ પટેલ અને રજિત ચોક્સીને બરવાળા પોલીસ સ્ટેશન (Barvala Police Station) હાજર થવું પડશે અને તેમનું નિવેદન સુપરવિઝન અધિકારી નિર્લિપ્ત રાયની હાજરીમાં નોંધાશે. નોંધનીય છે કે AMOS કંપનીએ લાયસન્સ રિન્યુ કરાવ્યું નથી.

કેમિકલ કાંડમાં AMOS કંપની પર પોલીસે (Police) સકંજો કસ્યો છે અને (AMOS) કંપનીના 4 સંચાલકો સામે એકશન લેવાયા છે. AMOS કંપનીના ચારેય સંચાલકોને પોલીસે સમન્સ પાઠવતા પોલીસ સ્ટેશન હાજર રહેવું પડશે. કંપનીના સમીર પટેલ, પંકજ પટેલ, ચંદુ પટેલ અને રજિત ચોક્સીને બરવાળા પોલીસ સ્ટેશન (Barvala Police Station) હાજર થવું પડશે અને તેમનું નિવેદન સુપરવિઝન અધિકારી નિર્લિપ્ત રાયની હાજરીમાં નોંધાશે. નોંધનીય છે કે AMOS કંપનીએ લાયસન્સ રિન્યુ કરાવ્યું નથી. અમદાવાદના નજીક આવેલી પીપળજની AMOS કંપનીમાંથી મોટી માત્રામાં મિથેનોલ લઈ જવામાં આવ્યુ હતુ.

ઝેરી દારૂકાંડમાં 43 લોકોના મોત આ મિથેનોલની વધુ પડતી માત્રાના કારણે જ થઈ ગયા હતા. જેમાં મિથેનોલને જ લોકો દારૂ સમજીને પી ગયા હોવાનું પણ સામે આવ્યુ છે. ઝેરી દારૂકાંડમાં અમદાવાદ નજીક આવેલી AMOS કંપનીમાંથી 600 લીટર મિથેનોલ લઈ જવામાં આવ્યું હતું. આ સમગ્ર કાંડ સામે આવ્યા બાદ AMOS કંપની સામે પણ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો અને કંપનીમાં આવતા કેમિકલના જથ્થાની તપાસ હાથ ધરાઈ હતી.

આરોપીએ કબૂલ્યો ગુનો

બરવાળા ઝેરી કેમિકલ કાંડની ઘટનામાં આજે બે મહત્વની ઘટનાઓ સામે આવી છે, જેમાં બરવાળા કેમિકલ કાંડમાં આરોપી જયેશે ગુનો કબૂલી લીધો હતો. આરોપી જયેશ ઉર્ફ રાજુએ બરવાળા કોર્ટમાં CRPC 164 મુજબ પોતે મિથેનોલ લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી. આ ગુનામાં મુખ્ય આરોપીએ ગુનો કબૂલતા ફરાર આરોપીઓની મુશ્કેલી વધશે.

ઝેરી દારૂકાંડમાં 43 લોકોએ ગુમાવ્યા જીવ

ઉલ્લેખનીય છે કે ઝેરી દારૂકાંડમાં 43 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હતા, જે પૈકીના કેટલાકની હજુ સારવાર ચાલી રહી છે. આ સમગ્ર કાંડમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે હજુ કેટલાક આરોપીઓ ફરાર છે.

Next Video