અમદાવાદ: વધુ વ્યાજની લાલચે 30 લોકો સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી, આરોપીની ઉદયપુરથી ધરપકડ

|

Nov 22, 2023 | 11:34 PM

આ સ્કીમ પર મૂડી કે વ્યાજ ન આપીને લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. આ ગુનામાં ફરાર મુખ્ય આરોપી સાસરીમાં છુપાયાની જાણ થતા જ પોલીસે ઝડપી પાડ્યો છે. તો ફરાર સંજય ભટ્ટાચાર્ય, ઉમેશ પંજાબી અને ચાર્મી મોદીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પોન્ઝી સ્કીમ બનાવી 30 લોકો પાસેથી એક કરોડથી વધારેની ઠગાઈ કરનાર મુખ્ય આરોપી શિશિર દરોલિયા ઉદયપુરથી ઝડપાયો છે. 2015માં અમદાવાદના નવગંરપુરાના રાજકમલ પ્લાઝામાં ઓફિસ શરૂ કરી હતી. જે બાદ ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ, ગુલ્લક, મનીબેક પ્લાન અને મંથલી પ્લાન જેવી અલગ-અલગ સ્કીમ મુકી અંદાજે 30 જેટલા લોકોને વધારે વ્યાજની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું.

આ પણ વાંચો TRB જવાનોને મુક્ત કરવાના આદેશનો અમદાવાદમાં પણ વિરોધ, જુઓ વીડિયો

આ સ્કીમ પર મૂડી કે વ્યાજ ન આપીને લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. આ ગુનામાં ફરાર મુખ્ય આરોપી સાસરીમાં છુપાયાની જાણ થતા જ પોલીસે ઝડપી પાડ્યો છે. તો ફરાર સંજય ભટ્ટાચાર્ય, ઉમેશ પંજાબી અને ચાર્મી મોદીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પોલીસે ઝડપેલા મુખ્ય આરોપીની પૂછપરછમાં ઠગાઈનો ચોક્કસ આંક મળવાની સાથે જ કેટલાક નવા ખુલાસા થઈ શકે છે. આ ઉપરાંત ઠગાઈનો ભોગ બનનારા લોકોને નાણાં પરત મળશે કે કેમ તે આગળની તપાસમાં સ્પષ્ટ થઈ શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video