Tv9 Exclusive : રથયાત્રા દરમ્યાન શાહપુરમાં અકસ્માત, હર્ષ સંઘવીનો સંવેદનાત્મક અભિગમ જોવા મળ્યો

|

Jul 01, 2022 | 6:20 PM

અમદાદાવાદ રથયાત્રામાં (Rathyatra 2022) ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શાહપુર ઘટના વિશે કહ્યું  કે કેબીનના પતરાં પર ઘણા લોકો હતાં અને આ કેબિન તૂટી હતી. ગુજરાત પોલીસના જવાનોએ બાળકોને બચાવીને બહાર કાઢ્યા છે. બાળકોને વહાલ કરવાનો મને મોકો મળ્યો

અમદાવાદમાં(Ahmedabad)  ભગવાન જગન્નાથજીની નિજ મંદિરે પરત ફરી રહેલી રથયાત્રા(Rathyatra 2022)  દરમ્યાન શાહપુરમાં  એક બંધ કેબીન ધરાશાયી  જેમાં 15 થી વધુ લોકો નીચે પડ્યા હતા.  જો કે રથયાત્રામાં પગપાળા નીકળેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi)  અને અને પોલીસ કમિશનર ધ્યાન પર આ ઘટના આવતા દીવાલ નજીક ઉભેલા બે બાળકોને બચાવી લીધા હતા. આ બને બાળકોને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. તેમજ બાળકના માતા-પિતા દેખાતા ન હોવાથી સ્થાનિક પોલીસને પ્રાથમિક સારવાર માટે લઇ જવા કહેવામાં આવ્યું હતું. જો કે બંને બાળકોને સામાન્ય ઇજા થઇ હતી તેથી તે ગભરાઈ ગયા હતા. અમદાવાદ કમિશનર અને જેસીપી અઘિકારીઓ રાઉન્ડમાં હતા ત્યારે જ આ ઘટના બની હતી. દીવાલ પડતાં 15 થી 20 લોકો પડ્યાં હતાં જેમાં જાનહિનિના કોઈ સમાચાર નથી. નાની મોટી ઇજાઓ થઇ છે.

આ દરમ્યાન સ્થળ પર પહોંચેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ  શાહપુર ઘટના વિશે કહ્યું  કે કેબીનના પતરાં પર ઘણા લોકો હતાં અને આ કેબિન તૂટી હતી. ગુજરાત પોલીસના જવાનોએ બાળકોને બચાવીને બહાર કાઢ્યા છે. બાળકોને વહાલ કરવાનો મને મોકો મળ્યો, તેમના માતાપિતાને સોંપી છે અને તાત્કાલિક ડોક્ટરને બોલાવીને બાળકો તેમને સોંપવામાં આવ્યાં હતાં.

પોલીસ દ્વારા ડ્રોન, હેલિકોપ્ટર અને તરકસ એપ્લિકેશન દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.

અમદાવાદમાં  રથયાત્રા  પરત ફરી રહી છે ત્યારે ગજરાજ શાહપુર દરવાજા પહોંચ્યા છે. આ ઉપરાંત ટેબ્લો પણ પરત આવી રહ્યા છે. ટેબ્લો દિલ્હી ચકલા  પહોંચ્યા છે. રથયાત્રામાં કોઈ અસામાજિક તત્વો ગેરકાયદે પ્રવૃતી ન કરે તે માટે પોલીસ સતત ચોકસાઈ દર્શાવી રહી છે. રથયાત્રાનું આગમન થાય તે પહેલાં રંગીલા પોલીસ ચોકીથી BSF અને RAF તથા ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે.રથયાત્રામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ડ્રોન, હેલિકોપ્ટર અને તરકસ એપ્લિકેશન દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.અષાઢી બીજના પવિત્ર દિવસે સવારે જગન્નાથ મંદિરથી ” જાય જગન્નાથ” ના ઉદઘોષ સાથે નીકળેલી રથયાત્રાના પ્રારંભ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 6:15 pm, Fri, 1 July 22

Next Video