અમદાવાદ : થલતેજ અંડર પાસ નજીક 4થી વધુ કાર વચ્ચે અકસ્માત, જુઓ વીડિયો

અમદાવાદ : થલતેજ અંડર પાસ નજીક 4થી વધુ કાર વચ્ચે અકસ્માત, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 29, 2024 | 10:44 PM

આ અકસ્માતમાં 4થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થતા તેઓને સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા. તો બીજી તરફ અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત તમામ કાર ખસેડી રસ્તો ખુલ્લો કર્યો હતો.

અમદાવાદના થલતેજ અંડર પાસ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. થલતેજ અંડર પાસથી હેબતપુર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર સોમવારે મોડી સાંજે એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ 4થી વધુ કાર એક બીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ અકસ્માતમાં 4થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થતા તેઓને સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા. તો બીજી તરફ અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત તમામ કાર ખસેડી રસ્તો ખુલ્લો કર્યો હતો.

આ પણ વાંચો અમદાવાદ : પ્રેમીએ દગો આપતા પ્રેમિકાએ કર્યો એસિડ એટેક, બસ સ્ટેન્ડથી શરૂ થયેલી પ્રેમ કહાનીનો કરુણ અંત