Gujarat Election 2022: સુરત શહેરમાં AAPને 7થી 8 બેઠક મળવાનો અરવિંદ કેજરીવાલનો દાવો

|

Nov 28, 2022 | 5:41 PM

અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) રાજનીતિમાં પોતાની ભવિષ્યવાણીને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. ત્યારે ગઇકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલે ભવિષ્યવાણી કરી હતી. અરવિંદ કેજરીવાલે લેખિતમાં ભવિષ્યવાણી કરી કે, ગુજરાતમાં AAP પાર્ટીની સરકાર બને છે.

ગુજરાત એસેમ્બલી ઈલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યુ છે. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલાથી જ જોર લગાવી રહી છે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં જીત મેળવવાનો દાવો કર્યો છે. સુરતમાં કેજરીવાલે કહ્યું કે સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની 7થી 8 બેઠક આવી રહી છે, મહત્વનું છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લાગતું હતું કે ભાજપને સુરતમાં ફટકો પડશે, પરંતુ ભાજપને સુરતે જ સત્તા સોંપી હતી. એટલું જ નહીં કેજરીવાલે લખીને આપ્યું કે ગોપાલ ઈટાલિયા મોટા માર્જિનથી જીત મેળવશે.

અરવિંદ કેજરીવાલ રાજનીતિમાં પોતાની ભવિષ્યવાણીને લઈને ખુબજ ચર્ચામાં રહે છે. ત્યારે ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલે ભવિષ્યવાણી કરી હતી.અરવિંદ કેજરીવાલે લેખિતમાં ભવિષ્યવાણી કરી કે ગુજરાતમાં AAP પાર્ટીની સરકાર બને છે. સાથે જ દાવો કર્યો કે, કૉંગ્રેસના વોટરો શોધવાથી પણ નથી મળતા. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓને પણ AAP પાર્ટીને મત આપવાની અપીલ કરી સાથે જ જણાવ્યું હતું કે આપ પાર્ટીની સરકાર બની તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જે ભવિષ્યવાણી કરી છે તેના પગલે રાજકીય માહોલ ગરમાયો છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે.

Next Video