કેજરીવાલની રાજકોટ મુલાકાતને લઈને ગોપાલ ઈટાલિયાએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું ‘ભાજપ કાર્યકરો હુમલો કરે તેવી શક્યતા’

|

May 11, 2022 | 8:56 AM

રાજકોટમાં (Rajkot) કેજરીવાલનો રોડ શો યોજાશે (Road Show) ત્યારબાદ સાંજે 7 વાગે શાસ્ત્રી મેદાન ખાતે તેઓ જંગી જાહેર જનસભાને સંબોધિત કરશે.

Arvind Kejriwal : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપ-કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પણ તૈયારીઓ શરૂ કરી છે.ભાજપને સીધી ટક્કર આપવા માટે હવે આમ આદમી પાર્ટીની નજર ભાજપના ગઢ પર હોય એમ લાગી રહ્યું છે, કારણ કે રાહુલ ગાંધીના દાહોદ પ્રવાસ બાદ આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) મિશન સૌરાષ્ટ્ર પર રાજકોટ આવશે. બપોરે 2: 45 વાગે અરવિંદ કેજરીવાલ રાજકોટ (Rajkot) એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ એરપોર્ટથી હોટેલ ઇમ્પિરીયલમાં જશે. જ્યાં સામાજિક, રાજકીય અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે ચર્ચા કરશે. કેજરીવાલ રાજકોટમાં શક્તિપ્રદર્શન કરી સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

ઉપરાંત રાજકોટમાં કેજરીવાલનો રોડ શો યોજાશે (Road Show) ત્યારબાદ સાંજે 7 વાગે શાસ્ત્રી મેદાન ખાતે તેઓ  જાહેર જનસભાને સંબોધિત કરશે.મળતી માહિતી અનુસાર કેજરીવાલ રાજકોટમાં જ રાત્રી રોકાણ કરી 12 મેના રોજ દિલ્લી જવા રવાના થશે.

ભાજપ યુવા કાર્યકરોએ AAP ના પોસ્ટર ફાડી નાખ્યા

જો કે કેજરીવાલના આગમાન પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. શહેરમાં ભાજપ યુવા કાર્યકરોએ AAP ના પોસ્ટર ફાડી નાખતા માહોલ વિસક્યો છે.ત્યારે પાર્ટી પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.તેણે કહ્યું કેજરીવાલ પર યુવા ભાજપ કાર્યકરો હુમલો કરે તેવી શક્યતા છે.

Next Video