ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના બની : બેફામ કાર ચાલક યુવાનોને ફંગોળતા એકનું મોત, કાર ચાલકની ધરપકડ કરાઈ

|

Jun 29, 2024 | 2:08 PM

ભરૂચ : દહેજ બાયપાસ રોડ પર શ્રવણ ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બાદ હોબાળો મચ્યો છે. અજાણ્યો કાર ચાલક મોપેડને ધક્કા મારી લઈ જતા ત્રણ યુવાનોને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું.

ભરૂચ : દહેજ બાયપાસ રોડ પર શ્રવણ ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બાદ હોબાળો મચ્યો છે. અજાણ્યો કાર ચાલક મોપેડને ધક્કા મારી લઈ જતા ત્રણ યુવાનોને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ ફરાર કાર ચાલકને શોધી કાઢી ધરપકડ ન કરાય ત્યાં સુધી મૃતક પરિવારજનોએ લાશનો કબ્જો ન લેવાની ચીમકી ઉચ્ચારી હતી. આખરે પોલીસે યશ નિલેશભાઈ મિસ્ત્રી નામના યુવાનની અટકાયત કરતા મામલો થાળે પડ્યો છે.

પ્રતીક સોલંકી નામનો યુવાન સેકન્ડ શિફ્ટમાં નોકરી કરી પરત શ્રવણ ચોકડી વિસ્તારમાં બસમાંથી ઉતર્યો હતો. અહીં તેની મોપેડ ચાલુ ન થતા બે મિત્રોને મદદ માટે બોલાવ્યા હતા. રાતે ત્રણેય મિત્રો મોપેડને ધક્કા મારી લઈ જય રહ્યા હતા ત્યારે બેફામ કર ચાલકે યુવાનોને ફંગોળ્યા હતા.

ઘટનામાં પ્રતીક સોલંકીનું મોટ નીપજ્યું છે. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. પોલીસે પોલીસે યશ નિલેશભાઈ મિસ્ત્રી નામના યુવાનની ધરપકડ કરાઈ છે. આરોપીનું મેડિકલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

 

Published On - 1:13 pm, Sat, 29 June 24

Next Video