ઇડરના ચોરીવાડમાં ઘઉંનો તૈયાર પાક સળગી ગયો, UGVCLની બેદરકારીનો આક્ષેપ

|

Mar 20, 2024 | 9:25 PM

સાબરકાંઠાના ઇડરના ચોરીવાડ વિસ્તારમાં ખેતરમાં આગ લાગવાને લઇ ખેડૂતે તૈયાર પાક ગુમાવવો પડ્યો છે. UGVCL ના તારના તણખાં ઝરવાને લઈ ખેતરમાં તૈયાર ઘઉંનો પાક આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોએ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો.

ઇડરના ચોરીવાડ વિસ્તારમાં ખેતરમાં આગ લાગવાને લઇ ખેડૂતે તૈયાર પાક ગુમાવવો પડ્યો છે. UGVCL ના તારના તણખાં ઝરવાને લઈ ખેતરમાં તૈયાર ઘઉંનો પાક આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતોએ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે આગ ખેતરમાં પ્રસરવાને લઈ તૈયાર પાક આગથી રાખ થઈ ગયો હતો.

આ પણ વાંચો: હિંમતનગરમાં થયેલ 49 લાખની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો, 7 આરોપીઓ ઝડપાયા

રવિ સિઝનમાં મહેનત કરીને તૈયાર કરેલ પાક આગમાં સળગી જઈને રાખ થઇ જવાને લઈ ખેડૂત પરિવાર માટે હોળીના તહેવાર ટાણે જ મોટી આફત સર્જાઇ હતી. ઘઉંના ખેતર વચ્ચેથી UGVCL ની લાઇન પસાર થતી હોઇ તેના તાર હવામાં ઝૂલતા હોવાને લઈ તણખા ઝર્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video