VIDEO : સુરતના અબજોપતિ હીરાના વેપારીની દીકરી સંયમના માર્ગે, 35 હજાર લોકોની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી

VIDEO : સુરતના અબજોપતિ હીરાના વેપારીની દીકરી સંયમના માર્ગે, 35 હજાર લોકોની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી

| Edited By: | Updated on: Jan 19, 2023 | 8:52 AM

હીરા વેપારી મોહન સંઘવીની પૌત્રી દેવાંશી સંઘવીએ જાહોજલાલી છોડી દીક્ષા ગ્રહણ કરી લીધી છે. 5 ભાષાની જાણકાર દેવાંશી સંઘવી 35 હજારથી વધુ લોકોની હાજરીમાં જૈનાચાર્ય મહારાજ પાસેથી દીક્ષા લીધી.

સુરતમાં હીરા વેપારીની 9 વર્ષની દીકરીએ અપનાવ્યો છે સંયમનો માર્ગ. હીરા વેપારી મોહન સંઘવીની પૌત્રી દેવાંશી સંઘવીએ જાહોજલાલી છોડી દીક્ષા ગ્રહણ કરી લીધી છે. 5 ભાષાની જાણકાર દેવાંશી સંઘવી 35 હજારથી વધુ લોકોની હાજરીમાં જૈનાચાર્ય મહારાજ પાસેથી દીક્ષા લીધી. વસુમાં આવેલા બલર ફાર્મમાં દેવાંશીનો દીક્ષા મહોત્સવ યોજાયો.

દીક્ષા પહેલા ગત રોજ દેવાંશીની વરસીદાન યાત્રા યોજાઈ. જેમાં હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. દેવાંશી સંગીતનો શોખ ધરાવતી હોવાથી સંગીતમાં લગભગ તમામ રાગ વિશે જાણે છે. તો સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભરત નાટ્યમમાં પણ નિપુણ છે. દીક્ષા લઈને દેવાંશી સંઘવી સંયમના માર્ગે પ્રયાણ કરતા સૌ કોઈ ભાવવિભોર થયા હતા.

હીરા વેપારી મોહન સંઘવીની પૌત્રીની દીક્ષા

હીરા વેપારી મોહન સંઘવીની પૌત્રી અને ધનેશ-અમીબેનની 9 વર્ષની પુત્રી દેવાંશીએ દીક્ષા લીધી છે. કરોડોની સંપત્તિના માલિકની પુત્રી છે. દેવાંશી સંઘવીના પિતાની કંપનીનું વાર્ષિક સો કરોડની આસપાસનું ટર્નઓવર છે.તેમની દુનિયાભરમાં શાખા છે. દેવાંશીએ બે વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર, 7મા વર્ષે પૌષધ કર્યા છે. ઉપરાંત તેણે જીવનકાળમાં મોબાઇલનો ઉપયોગ નથી કર્યો. અને ટીવી-થિયેટર પણ નિહાળ્યા નથી.

Published on: Jan 19, 2023 08:27 AM