કાળઝાળ ગરમી વચ્ચે જામનગરમાં વીજકાપ, તંત્રએ પ્રિમોન્સુન કામગીરીનું બહાનુ ધરતા શહેરીજનો લાલચોળ

|

May 14, 2022 | 12:11 PM

કાળઝાળ ગરમીમાં આજે જામનગર શહેરના કુલ 90 વિસ્તારો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સવારના 7થી બપોરે 2 વાગ્યા સુધી વીજકંપનીએ વીજકાપ મુકયો છે.

ઉનાળાએ (Summer) અસલ મિજાજ બતાવતા રાજયમાં તીવ્ર ગરમી પડી રહી છે,ત્યારે આવી સ્થિતિમાં આજે જામનગરવાસીઓને(jamnagar)  વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે.કાળઝાળ ગરમીમાં આજે શહેરના કુલ 90 વિસ્તારો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સવારના 7થી બપોરે 2 વાગ્યા સુધી વીજકંપનીએ વીજકાપ મુકયો છે.શહેરમાં પ્રિમોન્સુન અને મેઇન્ટેનન્સ કામગીરી(Maintance)  હેઠળ કુલ 90 વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.વીજકાપને લઈને પાણી ભરવા સહિતની સમસ્યાના કારણે લોકોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે.

શહેરના 90 વિસ્તારો પરસેવે થશે રેબઝેબ

શહેરમાં (Jamnagar City) લખપતી કોલોની, એસ્સાર હાઉસ, સદગુરૂ કોલોની, વાલકેશ્વરી નગરી, સનસાઇન સ્કૂલ રોડ, વિગ્સ ટાવરથી તુલશીશ્યામ એપાર્ટમેન્ટમાં વીજકાપ રહેશે.ઉપરાંત ટીવી રીલે કેન્દ્ર, ડીવાયએસપી બંગલો, આરટીઓ ઓફીસ, ટીંકુ નર્સરી, શાલીભદ્ર એપાર્ટમેન્ટ, પંચેશ્વર ટાવર, તીર્થ એપાર્ટમેન્ટ,ગોવાળ મસ્જીદ, સત્યનારાયણ મંદિર, પૂજા એપાર્ટમેન્ટ, હવાઇચોક, વૈજનાથ એપાર્ટમેન્ટમાં વીજકાપ મુકાયો છે.

લોકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ

ઉલ્લેખનીય છે કે, વીજચોરીના દૂષણને તો PGVCL ડામી શકતું નથી. પરંતુ લાખોના ખર્ચે પ્રિમોન્સુન અને મેઇનટેનન્સની કામગીરી હેઠળ છાશવારે કલાકો સુધી વીજકાપના ડામ શહેરીજનોને આપી રહી છે.જેના કારણે લોકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation) દ્વારા વરસાદ પહેલા પ્રીમોન્સુનનો (Premonsoon) એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આશરે 58 લાખના ખર્ચે શહેરમાં પ્રીમોન્સુનની કામગીરી કરાશે. જે કામગીરીનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. દર વર્ષે મહાનગર પાલિકા દ્વારા વરસાદ પહેલા પ્રીમોન્સુન કામગીરી કરવામાં આવે છે. આ વખતે પણ જામનગર મહાનગર પાલિકાએ કુલ રૂપિયા 58,42,100 ના ખર્ચે પ્રીમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે.

Published On - 11:34 am, Sat, 14 May 22

Next Video