અમેરિકામાં ફરી એકવાર ડિંગુચા પરિવાર જેવી બની ઘટના, કેનેડા બોર્ડરથી ગેરકાયદેસર રીતે USAમાં પ્રવેશ કરતા 6 ગુજરાતીઓની ઝડપાયા

|

May 08, 2022 | 12:57 PM

કેનેડા બોર્ડરથી (Canada Border) ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો પ્રયાસ કરતા 6 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાત યુવકો ગુજરાતના પટેલ પરિવારના છે.

ફરી એક વાર અમેરિકા (America) જવાની ઘેલછામાં ગુજરાતી લોકોએ જોખમ ઉપાડ્યુ હોવાનું સામે આવ્યુ છે. કેનેડા બોર્ડરથી (Canada Border) ગેરકાયદે અમેરિકા જવાની ઘેલછામાં 6 ગુજરાતી યુવકો મોતના મુખમાં ધકેલાતા બચી ગયા છે. યુવાનોની બોટ બર્ફિલા પાણીમાં ડૂબી જવાની તૈયારીમાં હતી તે દરમિયાન યુએસ પોલીસ (US police) ત્યાં પહોંચી ગઈ હતી અને યુવકોને બચાવી લીધા હતા. યુએસ પોલીસે કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહેલા સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં એક અમેરિકન નાગરિક છે.

કેનેડા બોર્ડરથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો પ્રયાસ કરતા 6 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાત યુવકો ગુજરાતી પટેલ પરિવારોના છે. તમામ યુવાનોની ઉંમર 19થી 20 વર્ષ સુધીની છે. મળતી માહિતી પ્રમાણે, યુવકો જે હોડી પર સવાર હતા તે હોડી ડૂબી રહી હતી. યુએસ પોલીસ જોઈ જતાં તેમને બચાવી લીધા હતા. ત્યારબાદ પોલીસે પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તેઓ ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા હતા.જેથી પોલીસે તમામની ધરપકડ કરી લીધી હતી. તમામ ગુજરાતી યુવકો 19થી 21 વર્ષના છે..સદનસીબે તેમના જીવ બચી ગયા છે. પરંતુ તેમની સામે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાનો કેસ ચાલશે. જ્યારે અમેરિકન નાગરિક સામે માનવ તસ્કરીનો કેસ ચાલશે.

મહત્વનું છે કે આ અગાઉ ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું થયા હતા. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું.. જે બાદ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ રોકવા ગુજરાત પોલીસ પણ સક્રિય થઈ હતી.. પરંતુ આ ઘટના બાદ એ પ્રતિત થઈ રહ્યું છે કે હજુ પણ ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાની ગુજરાતીઓની ઘેલછા ઓછી નથી થઈ.

Published On - 12:16 pm, Sun, 8 May 22

Next Video