GUJARAT : સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક રસીકરણ, 7 ઓગષ્ટે 6.01 લાખ લોકોને રસી અપાઈ

|

Aug 08, 2021 | 8:48 AM

Vaccination in Gujarat : રાજ્યમાં અત્યાર સુધી કુલ 3.61 કરોડ લોકોનું રસીકરણ કરી દેવાયું છે.મહાનગરોમાં રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું છે.

GUJARAT : રાજ્યમાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક રસીકરણ નોંધાયું છે.રાજ્યમાં ગઈકાલે 7 ઓગષ્ટે એક જ દિવસમાં 6,01,720 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 3.61 કરોડ લોકોનું રસીકરણ કરી દેવાયું છે.મહાનગરોમાં રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું છે.અમદાવાદમાં 7 ઓગષ્ટે 56,369 લોકોએ રસી મુકાવી,જ્યારે સુરતમાં 49,694 લોકોએ રસી મુકાવી છે, વડોદરામાં 12,106 લોકોનું રસીકરણ થયું, તો રાજકોટમાં 14 હજાર 746 લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો : GUJARAT : હડતાળ પર ઉતરેલા રેસીડેન્ટ ડોકટરોને હોસ્ટેલ ખાલી કરવાના આદેશ અપાયા, જાણો શું કહ્યું DyCM નીતિન પટેલે

આ પણ વાંચો : AHMEDABAD : પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યા, અમરાઈવાડીમાં 32 વર્ષીય યુવાનની અંગત અદાવતમાં હત્યા

Next Video