AMC વિદ્યાર્થીઓને આપશે મોબાઈલ અને ટેબલેટ, આ ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને મળશે લાભ

|

Sep 06, 2022 | 7:51 AM

બાળકોને ટેકનોલોજી સભર શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે AMCએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municicpal corporation) સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા 5000 બાળકોને 7 કરોડના ખર્ચે મોબાઈલ (mobile) તેમજ ટેબલેટ આપવામાં આવશે. બાળકોને ટેકનોલોજી સભર શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે AMCએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જો કે બાળકોએ (Student) અભ્યાસ પૂર્ણ થયા બાદ આગળના વર્ષમાં પ્રવેશ કરતી વખતે મોબાઈલ તેમજ ટેબલેટ પરત કરવાનું રહેશે. ધોરણ છથી આઠના બાળકોને આ લાભ આપવામાં આવશે. ગરીબ ઘરના તેમજ મોબાઇલ અને ટેબલેટનો (Tablet) ઉપયોગ કરી શકે તેમ ન હોય અને કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા હોય તેવા બાળકોને પ્રાથમિકતા અપાશે.

રાજ્ય સરકાર 1000 માં વિદ્યાર્થીઓને આપે છે ટેબ્લેટ

તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકારની(Gujarat Govt)  1000 માં ટેબ્લેટની યોજના કાર્યરત છે.વર્ષ 2017માં નમો ટેબ્લેટ યોજના શરૂ કરી હતી. જો કે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી યોજના હેઠળ ટેબલેટ આપવામાં આવ્યા હતા, જોકે આ વર્ષ કોરોના કાબૂમાં આવતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) યોજના ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી.આ માટે અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધુ ન હોવી જોઈએ, અરજી કરનાર ગુજરાતનો નાગરિક હોવો જોઇએ,વિદ્યાર્થીઓએ આ ચાલુ વર્ષમાં 12મું પૂર્ણ કર્યું હોવું જોઈએ તેમજ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ. આ તમામ માપદંડો બાદ વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઈ શકે છે.

Published On - 7:41 am, Tue, 6 September 22

Next Video