Ahmedabad: બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજ પાસે આગ લાગતાં 5 દુકાનો ભષ્મીભૂત, ફાયર બ્રિગેડે 10 ગાડી અને જેસીબીની મદદથી આગ પર કાબુ મેળવ્યો

|

May 15, 2022 | 6:24 PM

પ્લાયવુડની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડે 3 ગાડી રવાના કરી હતી. જોકે આગ મોટી જણાઈ આવતા ફાયર બ્રિગેડની કુલ 10 ગાડી અને અધિકારીએ સ્થળ પર પહોંચી કામગીરી કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

ઉનાળાની આકરી ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad)  શહેરના બોપલ વિસ્તારમાં વકીલ બ્રિજ પાસે આગ (fire)  લાગવાની ઘટના સામે આવી છે. જે ઘટનામાં ફાયર બ્રિગેડે (fire brigade) 10 જેટલી ગાડી અને ટિમ તેમજ જેસીબીની મદદ લઈને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડને બપોરે 4 વાગ્યા બાદ કોલ મળ્યો હતો કે બોપલ વકીલ બ્રિજ પાસે પ્લાયવુડની દુકાનમાં આગ લાગી છે. જે કોલ મળતા ફાયર બ્રિગેડે 3 ગાડી રવાના કરી હતી. જોકે આગ મોટી જણાઈ આવતા ફાયર બ્રિગેડની કુલ 10 ગાડી અને અધિકારીએ સ્થળ પર પહોંચી કામગીરી કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

જોકે દુકાન બંધ હોવાના કારણે અને પતરાની દુકાન હોવાથી પાછળના ભાગથી જેસીબીની મદદ લઈને પતરા તોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. જે ઘટનામાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પણ આગના કારણે સ્થળ પર રહેલ 9 દુકાન માંથી 5 થી વધુ દુકાનમાં આગ પ્રસરતા કરોડોનું નુકસાન થયુ હોવાનું અનુમાન છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે કે અન્ય કોઈ કારણસર તે અંગે તપાસ કરવામાં આવશે. સામાન્ય રીતે એસીના કારણે આગ લાગવાની શક્યતા રહેતી હોય છે પરંતુ દુકાન બંધ હોવાને કારણે આ શક્યતા ઓછી જણાઈ રહી છે. જોકે રવિવારના કારણે બપોરે 2 વાગે તમામ દુકનદારો એ દુકાનની વસ્તી કરી દીધી હોવાથી કોઈ મોટી દુર્ઘટના અને જાનહાની થતા ટળી હતી.

Next Video